મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ કશ્મીરઃ જમ્મુ કશ્મીરના કિશ્તવાડમાં હોસ્પિટલને આતંકવાદીઓ દ્વારા નિશાના પર લેવામાં આવી છે. આ હુમલામાં આરએસએસ સાથે જોડાયેલા એક નેતાને પણ ટાર્ગેટ કરાયા હોવાની વિગતો છે. હુમલામાં નેતા ચંદ્રકાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે તેમના બોડીગાર્ડનું મોત થઈ ગયું છે. કહેવાઈ હ્યું છે કે હુમલાવર બુર્ખો પહેરીને આવ્યો હતો.

આ ઘટના હોસ્પિટના અંદરના ઓપીડીમાં થયો હતો. અહીં ચંદ્રકાન્ત પોતાના બોડીગાર્ડ સાથે હાજર હતા. તે દરમિયાન બુર્ખો પહેરીને આવેલા એક વ્યક્તિએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે આ ફાયરિંગમાં ચંદ્રકાન્ત ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે તેમના બોડીગાર્ડનું ઘટના સ્થળ પર મોત થયું છે. તે સાથે જ હમલાવર બોડાગાર્ડનું હથિયાર છીનવીને ફરાર થઈ ગયો હતો.

જેવો હોસ્પિટલમાં હુમલો કરવામાં આવ્યો કે ત્યાં અફરા તફરી મચી ગઈ હતી. આ માહલમાં જ હુમલાવરે તક મેળવીને ત્યાંથી ફરાર થઈ જવાનું નક્કી કર્યું અને તે સફળ રહ્યો હતો. હાલ પોલીસે તમામ વિસ્તારને ઘેરી લીધો છે. કહેવાઈ રહ્યું છે કે હોસ્પિટલની બહાર પાકિસ્તાન વિરોધી નારેબાજી લાગી રહી હતી.