મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભારતીય અર્થ વ્યવસ્થા પર છવાઈ ગયેલી સુસ્તી અને દેશમાં વધી રહીલી બેરોજગારીએ ચિંતાનો વિષય તો છે જ, ભલે ભાજપે જંગી જીત મેળવી હોય પણ આ મુદ્દા એક સત્ય છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સારી રીતે જાણે છે. આ બંને મંત્રીમંડળીય સમિતિઓ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આર્થિક વિકાસને ગતિ આપવા, રોકાણનો માહોલ સારો કરવા સાથે સાથે રોજગારના અવસર વધારવાના આઈડિયા આપશે.

રોકાણ અને વિકાસ (ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ) પર બનેલી પાંચ સંસદીય કેબિનેટ કમિટીમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારામન, માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા એમએસએમઈ મિનિસ્ટર નીતિન ગડકરી સાથે સાથે રેલ મંત્રી પીયુષ ગોયલ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં બનેલી નવી સરકાર સામે અર્થ વ્યવસ્થામાં આવેલી સુસ્તી મોટો પડકાર બનીને ઊભી છે. ગત નાણાકીય વર્ષ 2018-19ની ચૌથી ત્રિમાસીકમાં જીડીબી ગ્રોથ રેટ ઘટીને 6.8 ટકા પર આવી પડ્યો હતો, પુરા નાણાકીય વર્ષની આર્થિક વિકાસ દર 6.8 ટકા પર રહી ગઈ હતી જે ગત પાંચ વર્ષોનું સૌથી નીચું સ્તર છે. નાણાકીય વર્ષ 2018-19ના માટે 7.2 ટકાના જીડીપી ગ્રોથ રેડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જે 0.04 ટકા પછડાયું છે.