મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે ગુરુવારે રાત્રે યોજાયેલા એવોર્ડ સમારોહમાં પીઢ પત્રકાર અને કટાર લેખક જયદેવભાઇ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ ન્યૂઝ સ્ટોરી ઓફ ધ ઇયરનો એવોર્ડ (અંગ્રેજી)નો નિકુંજ સોનીને, ગુજરાતી ભાષામાં પ્રિતેષ ત્રિવેદીને એનાયત કરાયો હતો. રિમાર્કેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ-જ્યુરિસ સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ સિદ્ધેશ જોષીને અર્પણ કરાયો હતો. જ્યારે ઓનલાઇન સ્ટોરી ઓફ ધ ઇયર અભિષેકસિંગ રાવ, ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટર ઓફ ધ ઇયર અંકિત અશોકકુમાર ચૌહાણને તથા બેસ્ટ ન્યૂઝ ફોટોગ્રાફર ઓફ ધ ઇયર એવોર્ડ પ્રજ્ઞેશ વ્યાસને 'બસ મારે ભણવું છે' તે ફોટો સ્ટોરી માટે એનાયત કરાયો હતો. 

ગુજરાત મીડિયા ક્લબ દ્વારા એવોર્ડ સમારોહ નું આયોજન કરવા આવ્યું હતું.જેમાં વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ પદાર્પણ કરનાર ગુજરાત પત્રકારો ને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.આ મીડિયા એવોર્ડ સમારોહ માં ગુજરાત ની મીડિયા સંસ્થાન ની શ્રેષ્ઠ 6 સ્ટોરી ને સન્માનિત કરવા માં આવી હતી.જેમાં “Television News Report of the Year" શ્રેણી માં દૂરદર્શન ના અરવલ્લી જિલ્લા ના સંવાદદાતા અંકિત ચૌહાણ ને તેમની સ્ટોરી " દિવ્યાંગ સ્કૂલ" ન્યુઝ રિપોર્ટ ને વિશેષ સન્માનિત કરવા મા આવી હતી. ગુજરાત ના મીડિયા જગત લોકો સહિત રાજકીય મહાનુભાવો ની હાજરી માં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે દૂરદર્શન સંવાદદાતા અંકિત ચૌહાણ ને એવોર્ડ અર્પણ કરવા માં આવ્યો હતો..ઉલ્લેખનીય છે કે નાની વયે માં અંકિત ચૌહાણ એ ગુજરાત નામીડિયા જગત નામના મેળવી છે, અંકિત ચૌહાણ અરવલ્લી જિલ્લા માં વર્ષો થી લોકો ની સમસ્યા ને વાચા આપવા માં પ્રયત્નશીલ છે..લોકશાહીને જીવંત રાખવા અને સમાજ જીવનના મૂલ્યોને જાળવવામાં પત્રકારિતા અને મીડિયાની ભૂમિકા મહત્વની છે તે તેમને સાર્થક કર્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોને સન્માનિત કરવાના આ સમારોહનું આગવું મહત્ત્વ છે. કોઈપણ ક્ષેત્ર હોય પ્રોત્સાહન જ સારું કામ કરવા પ્રેરિત કરે છે આજે પ્રિન્ટ, ટીવી અને વેબ એ તમામ માધ્યમોના પત્રકારોને પ્રોત્સાહિત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. . 

આ એવોર્ડની જ્યુરીમાં ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રો. શાંતાકુમાર, સિનિયર ટેક્સેશન એક્સપર્ટ મુકેશ પટેલ, એનઆઇડીના પૂર્વ ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસ અને સિનિયર પત્રકાર મુકુંદ પંડ્યાએ આપેલી સેવાઓને મીડિયા ક્લબ દ્વારા બિરદાવવામાં આવી હતી. ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે આવકાર પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ આશિષ અમીને આભારવિધિ કરી હતી. ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અતિથિવિશેષ દિવ્યાંશ બાસુએ ગુજરાત મીડિયા ક્લબની કામગીરીને બિરદાવી હતી અને સાથો સાથ ગુજરાતના વિકાસમાં ઓએનજીસી દ્વારા અપાયેલા યોગદાનની માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા તથા આઇ.કે.જાડેજા જ્યારે કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અર્જુનભાઇ મોઢવાડિયા અને મનિષ દોશી ઉપરાંત મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો, પ્રોફેશનલ્સ, ડોક્ટર્સ, સી.એ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આર.જે સિદ્ધાર્થે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.