મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મોબાઈલ યૂઝર્સ માટે ટેલિકોમ સર્વિસિસ ઓછામાં ઓછી દસ ટકા મોંઘી થઈ શકે છે. ઈન્ડસ્ટ્રી અનુમાન મુજબ આગામી 7 મહિનામાં એરટેલ, વોડાફોનને એડજસ્ટ કરાયેલા ગ્રોસ રેવન્યૂના દસ ટકા આપવાના થશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ટેલિકોમ ઓપરેટર્સને 31 માર્ચ 2021 સુધી એડજસ્ટ કરાયેલા ગ્રોસ રેવન્યૂના દસ ટકા ચુકવણી કરવાના નિર્દેશ કર્યા છે. તે સાથે જ સુપ્રીમ કોર્ટએ બાકી એમાઉન્ટને 32 માર્ચ 2022 સુધી 10 હપ્તામાં આપવાનો નિર્ણય સંભળાવ્યો છે.

માર્ચ 2021 સુધી આપવાના છે 5000 કરોડ રૂપિયા

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, માર્ચ 2021 સુધીમાં એરટેલને 2600 કરોડ ચૂકવવા પડશે અને વોડાફોન-આઇડિયાને 5000 કરોડ ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, બ્રોકરેજ ફર્મ જેફરીઝ અનુસાર, એરટેલ તેની વપરાશક દીઠ સરેરાશ આવક 10 ટકા અને વોડાફોન 27 ટકા વધારી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એરટેલ માટે એઆરપીયુ (સરેરાશ વપરાશકાર દીઠ આવક) રૂ.157 હતા જ્યારે વોડાફોન આઈડિયા માટે આ 114 રૂપિયા રહ્યું. જેફરીઝે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં કંપનીઓ ટેરિફમાં 10 ટકાનો વધુ મોંઘા વધારો કરી શકે છે.

આગામી ત્રિમાસિક દરમિયાન વધી શકે છે ટેરિફ

ઉદ્યોગસાહસિક અને ટીએમટી એડવાઈઝર સંજય કપૂરે કહ્યું કે મંગળવારે આવેલો નિર્ણય ટેલિકોમ કંપનીઓ દ્વારા કરાનારા આ પ્રાઈઝ હાઈકથી અલગ છે ્ને તેનાથી ફક્ત ભવિષ્યમાં એવું કરવાની જરૂરત પર દબાણ આપવાનું કામ કર્યું છે. કપૂરે કહ્યું કે, સ્પેક્ટ્રમ કોસ્ટ અને બીજા રોકાણોને અલગ અલગ રાખવામાં આવે તો સર્વિસ પ્રોવાઈડર્સને ડેટા યૂસેઝની વધતી માગને પુરા કરવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર ડોલર પ્રતિ યૂઝર સરેરાશ રેવન્યૂની જરૂર પડશે. તેથી આગામી ત્રણ મહિના સુધીમાં ટેરિફ રેટમાં વધારો જરૂરી બની શકે છે.

200 રૂપિયા પ્રતિ યૂઝર સરેરાશ રેવન્યૂી જરૂર પડશે

ટેલિકોમ ઓપરેટર્સએ ચાર વર્ષોમાં પહેલીવાર ગત વર્ષે ડિસેમ્બરમાં પ્લાન્સને 40 ટકા સુધી મોંઘા કર્યા હતા. એવું કર્યા પછી વર્ષ 2020ના પહેલા છ માસિકમાં કંપનીઓએ 20 ટકાનો વધારો કર્યો હતો. આ અંગે Analysys Masonના ભારત અને મીડલ ઈસ્ટ હેડ રોહમ ધમીજાએ કહ્યું, અમને લાગે છે કે આગામી 12-24 મહિનાઓમાં ટેલિકોમ કંપનીઓને 200 રૂપિયા પ્રતિ યૂઝર સરેરાશ રેવન્યૂની જરૂર પડશે.