મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ખુંખાર આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટરે સમાજમાં બે ભાગ પાડી દીધા છે, એક જે એવું કહે છે કે આ જ ન્યાય છે. તો બીજો વર્ગ છે જે કાયદાકીય પ્રોસિજર ફોલો થવી જ જોઈએ આ રીતે થતો ન્યાય અયોગ્ય કહી રહ્યો છે. જોકે હવે આ મામલો રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) સુધી પહોંચી ગયો છે. ટીવી ડિબેટ્સમાં શામેલ થયેલા અને રાજનૈતિક ટિપ્પણી કરનાર તહસીન પૂનાવાલાએ દુબેના એન્કાઉન્ટર સામે પંચમાં ફરિયાદ કરી દીધી છે.

નક્કી સ્ક્રિપ્ટ પ્રમાણે થયું એન્કાઉન્ટરઃ પૂનાવાલા

તેમણે ટ્વીટ કરીને તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે, મેં યુપીના નેતાઓ, યોગી આદિત્યનાથ સરકાર અને યુપીના પોલીસ પદાધિકારીઓને બચાવવાના માટે નક્કી કરાયેલી સ્ક્રિપ્ટ અંતર્ગત શુક્રવારે સવારે વિકાસ દુબેના કથિત નકલી એન્કાઉન્ટર સામે રાષ્ટ્રિય માનવાધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી છે. તેમની ફરિયાદ એચઆરસી નેટ પોર્ટલની ડાયરી નં. 1210/ IN/2020માં પ્રાપ્ત થઈ છે.

તહસીનએ ઉઠાવ્યા પાંચ સવાલ... જુઓ કયા છે

તહસીને ફરિયાદમાં તેની નકલ પણ પોતાની ટવીટમાં જોડી છે, જેમાં એન્કાઉન્ટર અંગે પાંચ સવાલો ઉભા થયા છે ...
1. રસ્તો એકદમ સપાટ અને સારો છે, તો એસયુવી કેવી રીતે પલટાઈ?
૨. વિકાસ દુબે શારીરિક રીતે ફીટ નથી, તેમ છતાં તે કેવી રીતે ખુબ ફીટ પોલીસવાળાને ધક્કો મારીને પલટાયેલા વાહનમાંથી બહાર નીકળ્યો, ખાસ કરીને જ્યારે આરોપીને પોલીસકર્મીઓની વચ્ચે રાખવામાં આવ્યો છે?
3. વિકાસ દુબે આવો ભયાનક ગુનેગાર હતો, તેમ છતાં તેનો હાથ કેમ બંધાયો ન હતો?
4. વિકાસ દુબેએ જે પોલીસ કર્મી પાસેથી પિસ્તોલ છીનવી, તે વર્દી સાથે અટેચ કેમ ન હતી.
5. વિકાસ દુબેની કાર સાથે જઈ રહેલા પોલીસકર્મીઓ શું કરી રહ્યા હતા?

યુપી પોલીસ પર પૂનાવાલાના ગંભીર આરોપ

તેમણે કહ્યું કે ઉપરોક્ત પ્રશ્નો ગંભીર શંકાઓ ઉભા કરે છે કે વિકાસ દુબેના શરણાગતિ પછી યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. પૂનાવાલાએ આ કમિશનની નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુપી પોલીસ ગેરકાયદેસર અને ગેરબંધારણીય વર્તન માટે જાણીતી છે અને આ વર્તનને કારણે તેને પહેલા પણ કોર્ટ અને માનવ અધિકાર પંચમાં અનેક ફરિયાદો થઈ ચૂકી છે. તેહસીન પૂનાવાલા ટેલિવિઝન શોમાં પોતાનો દેખાવ બનાવવા માટે અને સોશિયલ મીડિયા પર પોતાના મત સ્પષ્ટ કરવા માટે જાણીતા છે.