મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ શ્રીનગરના મુજગુંડમાં ઠાર કરાયેલા આતંકી સાકિબ બિલાલ ફિલ્મ હૈદરમાં ચોકલેટ બોય બન્યો હતો. જાણિતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં તેણે પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં હિંસા થવાને કારણે બસમાંથી ઉતરીને ભાગવાનો સીન પણ તેના ભાગે આવ્યો હતો. હાજિન બાંદીપોરાના હાજિનનો રહેનાર સાકિબ બિલ્લા રીલમાં જે હિંસાથી ભાગ્યો હતો તે જ રિયલમાં હિંસક બની ગયો હતો. બિલાલને ગત રવિવારે સેનાએ લશકર એ તોયબાના પાક આતંકી સાથે ઠાર કરાયો હતો.

થિયેટર આર્ટિસ્ટના રૂપમાં ઓળખ રાખનાર સાકિબ ફૂટબોલ, કબડ્ડી અને તાઈક્વાંડોનો પણ સારો ખેલાડી હતો. આ જ વર્ષે 31 ઓગસ્ટે તે એક અન્ય યુવક સાથે ઘરેથી ગુમ થઈ ગયો હતો. તેના એક સંબંધીએ કહ્યું કે તે તેમની સમજથી બહાર છે કે તેણે આતંકનો રસ્તો કેમ પકડ્યો. તેને ઘણા સમય સુધી શોધ્યો પણ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મરતાં પહેલા તેની ફોટો વાયરલ થઈ તો ખબર પડી કે તે આતંકી બની ગયો છે. તેની રુચી એન્જિન્યરિંગ હતી. તેણે ડિસ્ટિંકશન સાથે દસમું અને ધો.11માં ફિજિક્સ, કેમેસ્ટ્રી મેથ્સ લઈને ભણતર કર્યું હતું. તેને ફૂટબોલ રમવા અને જોવાનો પણ ઘણો શોખ હતો. તે એક સંપન્ન ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. સાકિબે થિયેટર કલાકાર રૂપે ટાગોર હોલમાં થયેલા સ્ટેજ શો ‘વ્યથ છી યહએ’ (આ નદી છે)માં ભાગ લીધો હતો. તેને અવોર્ડ તો મળ્યો જ હતો. તેના પરફોર્મન્સનએ તેને ઓડિશામાં પણ રિપીટ કર્યું હતું.

સાકિબની સુરક્ષા અને તેના સુરક્ષિત ઘરે આવી જવા માટે તેની માતા પીર ફકીર પાસે પણ ભટકી હતી. પીર-ફકીરો પાસે તે તાવીજ પણ લાવી હતી. પરંતું તેની આ મહેનત કોઈ કામ આવી ન હતી. સાકિબ પોતાના એક મિત્ર સાથે 31 ઓગસ્ટે નીકળ્યો ત્યારથી ગુમ હતોય તે પછી બંને આતંકવાદમાં જોડાઈ ગયા હતા. બંને યુવક ફૂટબોલમાં ઘણો રસ ધરાવતા હતા. જે દિવસે બંને આતંકવાદિ બનવા નીકળેલા તે દિવસ પણ તેનો દોસ્ત ફૂટબોલ રમતો હતો. તે દરમિયાન સાકિબ ત્યાં પહોંચ્યો અને તે નિકળી પડ્યો. આ દરમિયાન સાકિબ ત્યાં પહોંચ્યો અને તે પણ નિકળી પડ્યો.