મેરાન્યૂઝ નેટવર્ક.ઉના/ગાંધીનગરઃ હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત અનુસાર તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયાંઠે ટકરાયું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ ભાગમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે કલાક લેંડફોલની પ્રક્રિયા થશે. ​​​​ગુજરાતના સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયાઇ વિસ્તારમાં ઘાતક પવન ફૂંકાવાનું થયું શરૂ થયા છે. વેરાવળ , સોમનાથ , ઉના , કોડીનાર પંથકમાં 80 થી 130 ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે.

દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એવામાં તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં કેટલાક વીડિયોઝ આપ સમક્ષ રજુ કરાયા છે જેમાં તૌક્તે વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી કરતાંની સાથે કેવી તારાજી સર્જી છે તે જોઈ શકાય છે. ઉનામાં આવેલી દયાનંદ સોસાયટીમાં મોબાઈલ ટાવર ધરાશાયી થયું હતું. આ ઉપરાંત ઠેર ઠેર ઝાડ પડવા, ઝડપી પવન ફૂંકાવા, વાહનોને નુકસાન થવા સહિતની વિગતો સામે આવી રહી છે.


 

 

 

 

 

હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં પોરબંદર અને મહુવા વચ્ચે વાવાઝોડુ તૌકતે ટકરાયુ છે. આગામી બે કલાક ખૂબ મહત્વના છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. 185 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સીએમ રૂપાણીએ જણાવ્યુ કે આગામી બે કલાક અતિ મહત્વના છે. અમદાવાદ, ઉના, સહિત લગભગ ગુજરાતના મોટા ભાગના શહેર જિલ્લાઓમાં આ વાવાઝોડાની નાની મોટી અસર જોવા મળી છે. સાંજથી જ ક્યાંક વાદળ છાયું વાતાવરણ તો ક્યાંક ઠંડો પવન, તો ક્યાંક વરસાદ પણ પડ્યો છે.

જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે. જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. આ આર્મીની ટુકડીઓની ટીમ પોરબંદર અને દિવ ખાતે રાહત અને કામગીરીમાં જોડાશે.

(તસવીરો-વીડિયોઃ સહાભાર- ધર્મેશ જેઠવા, ઉના)