મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જેમ જેમ દશેરા અને દિવાળી નજીક આવી રહી છે, તેમ તેમ નવા ઓફર્સ આવવાના જ છે તે તો આપ સર્વે જાણો  છો પણ ઓટો સેક્ટરની મંદી દરમિયાન એક અલગ જ ઓફર સામે આવી છે જે છેલ્લા ઘણા વર્ષોથી વિચારમાં પણ ન હતી. કાર કંપનીઓ સાથે સાથે ડીલર્સ પણ પોતાના વેચાણને વધારવા માટે ગ્રાહકોને લોભામણી ઓફર્સ આપી રહ્યા છે. આવી જ એક ઓફર ટાટા મોટર્સના એક ડીલરશિપથી આવી છે જ્યાં કાર ખરીદવા પર સ્કૂટર ફ્રી અપાઈ રહ્યું છે, ચાલો જાણીએ વધુ વિગતો...

પોતાના વેચાણને વધારવા માટે મધ્યપ્રદેશમાં ટાટા મોટર્સના એક ડીલરએ પોતાના ગ્રાહકોને આ વખતે દિવાળી પર ખાસ ઓફર આપવામાં આવી છે. ઓફર મુજબ ટાટાની ટીયાગો, ટિગોર અને નેક્સન કાર ખરીદવા પર ડીલર તરફથી ગ્રાહકોને હોન્ડા સ્કૂટર એક દમ ફ્રી આપવામાં આવશે. ત્યાં જ ટાટા મોટર્સ પણ આ ઓફરની પૃષ્ટી કરે છે.

આવું પહેલી વખત થયું હશે કે જ્યારે કોઈ કાર ખરીદવા પર સ્કૂટર એકદમ ફ્રી આપવામાં આવ્યું છે. ઓફર અંતર્ગત ટાટાની કાર ખરીદવા પર હોન્ડાની એક્ટીવા ગ્રેજિયા ફ્રી આપવામાં આવશે. પરંતુ કેટલીક કંડીશન પણ છે જેની જાણકારી આપને ડીલરશીપના સંપર્ક કર્યા પછી ખબર પડશે. આજથી પહેલા કોઈએ પણ આજ સુધી આવી ઓફર નથી આપ. આ ઓફર ટાટા મોટર્સના ફેસ્ટીવર ઓફ કાર્સ ડિસ્કાઉન્ટ પ્રોગ્રામ અંતર્ગત આપાઈ છે. ઓફર્સ જે પણ હોય પણ સીધો ફાયદો ગ્રાહકોને થશે.