મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ટીવી જગતની જાણિતી હાસ્ય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah)માં નટુ કાકાનું કિરદાર નિભાવતા ઘનશ્યામ નાયકે પોતે મરી જશે તેવું કહ્યું છે જોકે તેમના આ શબ્દોએ આપને પણ ચોંકાવી દીધા હશે. આપ એ પણ જાણો છો કે તારક મહેતા સિરિયલને લોકો તરફથી બહુ જોરદાર પ્રતિસદ મળ્યો છે, પરંતુ લોકડાઉનની સ્થિતિમાં શૂટિંગ બંધ રહ્યું હતું. હાલ અનલોક 1 ચાલી રહ્યું છે અને તેમાં શોનું શૂટિંગ પણ ફરી ચાલુ થઈ ગયું છે. જોકે આ ટીવી સિરિયલમાં વર્ષોથી કામ કરતાં નટુ કાકા આ વાતથી દુઃખી છે તેઓએ હાલમાં જ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી છે.

હાલમાં અનલોક દરમિયાન ટીવી સિરિયલના શૂટિંગને ફરી છૂટ મળી છે જોકે કેટલીક ગાઈડલાઈન ફોલો કરવી અનિવાર્ય છે. શૂટિંગમાં બાળકો અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ વ્યક્તિને કામ કરવાની ના છે. સરકાર દ્વારા ગાઈડલાઈન મુજબ હાલ આ બાબત પર પ્રતિબંધ મુકાયો છે કે સેટ પર બાળકો અને 60થી વધુ વય ધરાવતા કલાકારોથી માંડી તમામને કામ પર ન બોલાવાની સૂચના મળી છે. હવે બાબત આપ સમજી જ ગયા હશો. નટુ કાકાની ઉંમર 75 થઈ ગઈ છે.

સ્પોર્ટબોયમાં આપેલા ઈન્ટરવ્યૂમાં નટુ કાકાએ કહ્યું કે, આ નિયમ અંગે જાણીને હું ખુબ દૂઃખી થયો છું, જો હું એક્ટિંગ નહીં કરું તો હું મરી પણ શકું છું. હું તો આ શોમાં ફીર આવીશ કારણ કે હું સ્વસથ છું અને કામ કરવા સક્ષમ છું. જ્યારે સરકારના નિયમને પગલે હું શૂટિંગ નહીં કરી શકું તેવું સામે આવ્યું તો મને ચાહકો અને જાણિતાઓના ખુબ સંદેશ મળ્યા કે તમારા વગર શો અધુરો છે વગેરે વગેરે... પણ હું કામ કરવા તૈયાર છું કારણ કે હું જો એક્ટિંગ નહીં કરું તો કદાચ મરી જઈશ. હું જીંદગીના છેલ્લા દિવસ સુધી કામ કરવા માગું છું.