મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશમામાં ડો. હાથીનું કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદનું આજે સોમવારે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ ડો. હાથી ગત રાત્રે 8 જુલાઈએ પોતાની કારમાં મિત્ર સાથે દારૂ પાર્ટી કરી હતી જે પછી તે ઘરે આવી ગયા હતા. જોકે બીજા દિવસે તે સવારે ઉઠ્યા જ નહીં. ચિંતાતુર બનેલા પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ ગયા હતા. જોકે ત્યાં હાજર તબીબોએ તપાસ કર્યા બાદ ડો. હાથીને મૃત જાહેર કર્યા હતા. મૂળ બિહારના વતની ડો. હાથી  (કવી કુમાર આઝાદ) પોતાના માતા-પિતા અને મોટા ભાઈ-ભાભી સાથે રહેતા હતા. તેમના માતાપિતા અન્ય પ્રસંગે મુંબઈમાં ગયા છે તેમના આવ્યા પછી જ કવિ આઝાદના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ રોજ રાત્રે મિત્રો સાથે દારૂ પીતા હતા. જોકે પોતાના પરિવાર સાથે રહેતા કવિ આઝાદના લગ્ન થયા ન હતા. તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં ડો. હંસરાજ હાથીનું કિરદાર નિભાવતા હતા અને ઘણા પ્રચલીત હતા. તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે, અને જે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે ઘરમાં જ હતા.

આ શૉ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, કવિ કુમાર આઝાદનો આજે સવારે જ પ્રોડ્યૂસરને ફોન આવ્યો હતો, તેમણે કહ્યું કે તેમની તબીયત સારી નથી તેથી તે આજે શૉ પર નહીં આવી શકે. પરંતુ થોડા જ સમયમાં દુઃખદ સમાચાર આવ્યા. મોટા ભાગે તે તબીયત ખરાબ હોવા છતાં શૉ પર આવતા હતા. તેમને આ શૉ સાથે ઘણો પ્રેમ હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દસ વર્ષ પુરા કરવા જઈ રહી છે, તેથી આજે સેટ પર તેને લઈને મીટિંગ પણ હતી. પરંતુ તેના પહેલા જ આ દુઃખદ સમાચાર આવી ગયા.

કવિ કુમાર આઝાદ બોલીવુડમાં પણ હાથ અજમાવી ચુક્યા છે. અને મેલા (2000)માં નજરે પડ્યા હતા. જે ફિલ્મમાં તેમની સાથે આમિર ખાન પણ હતા. જોકે કવિ કુમાર આઝાદની અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીવી સીરીયલથી મળી હતી. કવિ કુમાર આઝાદના નામથી જ સ્વાભાવીક છે કે તે કવિ હતા, અને જ્યારે તે એક્ટિંગમાં મશગૂલ ન હોય તો કવિતાઓ લખતા હતા. શૉમાં તે પુરી ગોકુલધામ સોસાયટી સાથે ઘણા જ મિલનસાર રહેતા હતા. ઓડિયન્સ ખાસકરીને બાળકોના તે ઘણા લોકપ્રિય હતા.