મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ હાલ મોરબીમાં વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ટંકારાના કલ્યાણપુર ગામ ખાતે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. પોલીસ અહીં કેટલાક તરવૈયાઓ સાથે મળી રેસ્ક્યૂ કરી રહી હતી. આ દરમિયાન એક દિલધડક નજારો જોવા મળ્યો હતો. એક પોલીસ જવાને બે બાળકોને પોતાના ખભે બેસાડી ધસમસતા વહેણમાંથી બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.

મળી રહેલી માહિતી પ્રમાણે ટંકારાના કલ્યામપુર ગામે 43 લોકો ફસાયા હોવાની માહિતી તંત્રને મળતાં તંત્ર તાબડતોબ તેમને બચાવી સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં લાગી ગયા આ દરમિયાન ટંકારા પોલીસ પણ તે રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ હતી. દરમિયાન રેસ્ક્યૂ કરતાં પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કેટલાક સ્થાનિક તરવૈયાઓ સાથે ત્યાં પહોંચી લોકોની મદદ કરી રહ્યા હતા. દરમિયાન ધસમસતા પાણીમાં પોતાના ખભે બે બાળકોને ખભે બેસાડી કમરસમા પાણીમાંથી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. દરમિયાન તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશન પોલીસ વડા કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં સફળ પાર પડાયું હતું.