મેરાન્યૂઝ નેટવર્ક, ચેન્નઇ: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડ કરનાર તમિલનાડુના ભૂતપૂર્વ ડીજીપી વી.આર. લક્ષ્મીનારાયણનનું ગઇકાલ રવિવારે 91 વર્ષની વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 24 જુનના રોજ થશે. તેમના પરિવારમાં એક પુત્ર ને બે પુત્રીઓ છે.

વીઆરએલના નામથી પ્રખ્યાત લક્ષ્મીનારાયણન 1951 બેચના આઇપીએસ અધિકારી હતી. તેમણે મદુરાથી પોતાની કારકિર્દી શરુ કરી હતી અને કેન્દ્રિય તપાસ બ્યુરોના સંયુક્ત નિર્દેશક બન્યા હતા. લક્ષ્મીનારાયણને જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ચરણ સિંહ, મોરારજી દેસાઇ સહિતના વડાપ્રધાનોના કાર્યકાળ દરમિયાન ફરજ બજાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 1977માં ભ્રષ્ટાચારના એક કેસમાં ઇન્દિરા ગાંધીની તેમણે ધરપકડ કરી હતી. તેઓ 1985માં તમિલનાડુના ડીજીપી પદેથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા.