મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: બાહુબલીમાં અવંતિકાની ભૂમિકા ભજવનારી પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તમન્ના અવારનવાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. ફિલ્મ બાહુબલીમાં તેના અભિનયને પણ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તમન્ના ભાટિયાએ ફરી એક વખત પોતાનો એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે, જેમાં તે અંગ્રેજી ગીત 'કિસ મી મોર' પર મસ્તીથી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમન્ના ભાટિયાની સાથે તેના કોરિયોગ્રાફર સાજિયા સમજી પણ જોવા મળી રહી છે.

'કિસ મી મોર' ગીત પર ડાન્સ કર્યો 

તમન્ના ભાટિયાએ તેનો આ ડાન્સ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તમન્ના ભાટિયા 'કિસ મી મોર' ગીત પર શાનદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં તમન્ના ભાટિયાના ડાન્સ સ્ટેપ્સ જબરદસ્ત દેખાઈ રહ્યા છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે 'Cut the rubbish '. તમન્નાનો આ ડાન્સ વીડિયોને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યો છે. તેની આ વિડિઓ પર લાખો વ્યૂઝ આવી ગયા છે. આની સાથે જ તેના પર લાખો  લાઈક્સ અને હજારો કોમેન્ટ આવી છે.

Advertisement


 

 

 

 

 

તમન્ના ભાટિયા ફિલ્મ આવનારી ફિલ્મ

તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા છેલ્લે વિશાલની એક્શન ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી તે ટૂંક સમયમાં 'બોલે ચૂડિયાં'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તમન્ના સાથે જોવા મળશે. તમન્ના ભાટિયાએ અત્યાર સુધી 3 ભાષાઓમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, ફિલ્મ 'બાહુબલી' માં અવંતિકાના તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.