મેરાન્યૂઝ નેટવર્ક.તલોદ: રાજ્યમાં સબ સબસલામાતનાં દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બીજીબાજુ ચોરી,લૂંટ હત્યા,અપહરણ અને દુષ્કર્મના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અસામાજિક તત્વોને કાયદાનો અને ખાખી વર્દીનો કોઈ ખોફ જ ન હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે.

આવીજ એક ઘટના તલોદમાં સર્જાઈ છે. જેમાં તલોદમાં આવેલી ધી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી  બેંકમાથી રૂપિયા 6 લાખની ઉઠાંતરીની ઘટના બની સામે આવી છે. જેમાં આ ઉઠાંતરીની આ ઘટનામાં કર્મચારીઓની નજર ચૂકવીને ઘટનાને અંજામ આપવામાં આવી છે. જેમાં એક યુવક બિન્દાસ્ત બેંકમાં પ્રવેશી  એકદમ ફિલ્મી ઢબે બેકનાં ટેબલ પર મુકેલા 6 લાખ ઉઠાવી બે યુવક ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

તલોદમાં બજારમાં આવેલી ધી.સાબરકાંઠા મધ્યસ્થ સહકારી લી.ની શાખામાં બ્રાન્ચની અંદરની બાજુમાં રહેલા કર્મચારીઓના કાઉન્ટર પર એક કર્મચારીએ ટેબલ પર મુકેલા ૬ લાખ રૂપિયા કર્મચારી કામકાજ અર્થે ખસતા બેંકમાં બહારથી એક યુવક કર્મચારીઓ અને ગ્રાહકોની વચ્ચે એક હિંમતભેર પ્રવેશી ૬ લાખ સરકાવી લેતા બેંકના કર્મચારીઓ પણ હડકંપ મચ્યો હતો આ ગાંઠિયાની સાથે અન્ય બે યુવકો પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં બેન્ક સ્ટાફની નજર ચૂકવી બે યુવકો રૂપિયા છ લાખ લઈ ફરાર થઇ ગયા છે.ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ બેન્ક ખાતે દોડી આવી હતી.અને બેન્ક સ્ટાફની પૂછપરછ કરી તસ્કરોનો શોધખોળ હાથ ધરી છે.બેંકમાંથી ૬ લાખ રૂપિયાની ઉઠાંતરી કરી ત્રણે શખ્શો ઉભા બજારમાંથી દોડતા દોડતા નાસી છૂટ્યા હતા આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.