મેરાન્યૂઝ નેટવર્ક.કાબુલઃ અફ્ઘાનિસ્તાનના તાલિબાન પર કબ્જો થયા પછી દેશ છોડવાનો સિલસિલો ચાલુ છે. મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે. અમેરિકા અને નાટો સૈનિકોએ અફ્ઘાનિસ્તાનને લગભગ છોડી દીધું છે, પરંતુ હજુ તાલિબાની હુકુમતના કારણે ત્યાંના લોકોને કાઢવા માટે મોટી સંખ્યામાં અમેરિકી સૈનિક કાબુલ એરપોર્ટ પર હાજર છે. અમેરિકી સૈનિકોએ કાબુલ એરપોર્ટને પોતાના કબ્જામાં લઈ લીધું છે. આ દરમિયાન તાલિબાનોએ અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે. તાલિબાનોના પ્રવક્તા સોહેલ શાહીને સોમવારે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા પોતાના સૈનિકોની વાપસીમાં મોડું કરે છે, તો તેમને તે મામલે ભોગવવું પડશે. અમેરિકી સેના 31 ઓગસ્ટ સુધી અહીંથી પાછી જતી રહેવી જોઈએ નહીં તો તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે.

Advertisement


 

 

 

 

 

ખરેખર, 15 ઓગસ્ટે અફ્ઘાનિસ્તાન પર તાલિબાની લડવૈયાઓના કબ્જાના પછીથી હાલત બગડતી જઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો દેશ છોડી રહ્યા છે. તે ઉપરાંત કાબુલ એરપોર્ટ પર લોકો પોતાના વતન પાછા જવા માટે પહોંચી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર લોકોની સુરક્ષા માટે અમેરિકી સૈનિક તૈનાત છે. અમેરિકી સૈનિકોના મુજબ જ ત્યાંથી અલગ અલગ દેશોની ફ્લાઈટ્સ ઉડી રહી છે. 400થી વધુ ભારતીયો પણ અત્યાર સુધી ત્યાંથી પાછા આવી ચુક્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે.

પંજશીર પર તાલિબાનનો કબ્જો નથી

આ બાજુ તાલિબાની વિસ્તાર અને પજશીર પર કબ્જાને લઈને જંગ ચાલુ છે. તાલિબાની લડાકુ પંજશીર પર કબ્જો ઈચ્છે છે, પરંતુ હજુ સુધી તેના પર કબ્જો થઈ શક્યો નથી, જે અફ્ઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં તાલિબાનો કબ્જો કરી શક્યા નથી. તાલિબાનોના પ્રવક્તા જબીલ્લા મુજાહિદએ કહ્યું કે તેમણે પંજશીર પ્રાંતને ઘેરવાનું શરૂ કરી દીધું છે. અફ્ઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ રહેલા ઉમરુલ્લાહ સાલેહએ ટ્વીટ કર્યું કે તાલિબાન લડાકુ પ્રાંતના આસપાસ એકત્રિત થઈ ગયા છે. અમે પંજશીરના માટે શાંતિપૂર્ણ સમાધાન શોધી રહ્યા છીએ.