મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ તાલાલા નગરપાલિકાના છ વોર્ડમાં વસવાટ કરતા તમામ 17659 મતદારોને રૂપિયા એક લાખની અકસ્માત વીમા પોલિસી થી નગરપાલિકાએ સુરક્ષિત કરતા નગરપાલિકાની લોક ઉપયોગી કામગીરીને તમામ મતદારો એ આનંદ સાથે આવકારી હતી.

નગરપાલિકાના અશોકભાઈ પાઠક આપેલ વિગત પ્રમાણે તાલાલા નગર પાલિકા વિસ્તારમાં વસવાટ કરતા 17659 તમામ મતદારો માટે નગરપાલિકા દ્વારા રૂપિયા એક લાખની અકસ્માત પોલીસી લેવામાં આવેલ છે. તાલાલા નગરના 18 વર્ષથી મોટી ઉંમરના તમામ નગરજનોની સુખાકારી માટે એક વર્ષ માટેની અકસ્માત વીમા પોલિસી માટે થતું 3 લાખ 88 હજાર 498 ના કુલ પ્રિમિયમનો પાલિકા પ્રમુખ ઉષાબેન લક્કડ તથા અમિત ઉનડકટ તથા ચીફ ઓફિસર જે.બી ભાઈ દૂસરા ના વરદ હસ્તે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી આર.એચ વ્યાસ ને અર્પણ કરવામાં આવતા એક વર્ષ માટે તાલાલા ના 17659 મતદારો અકસ્માત વીમા પોલિસીથી સુરક્ષિત થયા છે.

તાલાલા નગરમાં વસવાટ કરતા ૧૮ વર્ષ ઉપરના કોઈ નાગરિકનું અકસ્માતમાં અવસાન થતાં પાલિકા તરફથી રૂપિયા એક લાખ અકસ્માત વીમા પોલિસીની રકમ રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. તાલાલા નગરના છ વોર્ડમાં વસવાટ કરતા તમામ મતદારોને નગરપાલિકા તરફથી અકસ્માત વીમા પોલિસી સ્વરૂપે નવા વર્ષની મળેલ ભેટ થી નગરના તમામ મતદારો પાલિકાની પ્રજાલક્ષી કામગીરી ને આવકારી સરાહના કરી રહ્યા છે.

(ધર્મેશ જેઠવા, ઉના તરફથી)