મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કોરોના વાયરસના કારણે થયેલી અસરમાં ચીનના સંકટને ટાળવા માટે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈલેક્ટ્રોનિક સહીત કેટલીક ટેક્નોલોજીમાં તાઇવાને ભારતને મદદ કરવાની તૈયારી બતાવી છે. તાઇવાને કેમિકલ, એન્જીનીયરીંગ, ફાઇનાન્સ સર્વિસ અને આઇટી સેક્ટરમાં મદદ કરવાની તૈયારી બતાવી છે. તાઇવાને ભારત સરકારના મેક ઈન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. તાઇવાન હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક, ઓટોમોબાઈલ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પણ સારો અનુભવ ધરાવે છે.

તાઇવાન કૃષિ અને પ્રવાસન ક્ષેત્રમાં પણ મદદ કરવા તૈયાર છે. હાલમાં ભારત અને તાઇવાન વચ્ચે $7.5 બિલિયન ડોલર નો વેપાર થાય છે. હાલમાં ભારતમાં અલગ અલગ સેક્ટરમાં અનેક તાઇવાનની કંપની કામ કરી રહી છે. તાઇવાની સરકારી એજન્સી TAITRAના સ્ટેટ્રેજિક માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના એક્ઝ્યૂટિવ ડાયરેક્ટર માર્ક વુનું કેહવું છે કે, હાલમાં જયારે સમગ્ર વિશ્વ સંકટમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે ભારત અને તાઇવાન મળીને તેને સંકટમાંથી બહાર લાવી શકે છે.

હાલમાં કોરોના વાયરસના કારણે દુનિયાના દરેક દેશને અસર થઇ છે. કોરાના વાયરસના કારણે સૌથી વધુ અસર ચીનને થઇ છે. હાલમાં ચીન દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. તેના કારણે દુનિયાના તમામ સેક્ટરમાં અસર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે તમામ વાસ્તુના સપ્લાયની સાયકલ ખોરવાઈ ગઈ છે. વૈશ્વિક વેપાર પાર દેખરેખ રાખતી એનાલિસિસ ફર્મ ડન એન્ડ બ્રાન્ડસ્ટ્રીટના જણાવ્યા મુજબ ઓછામાં ઓછી 51 હાજર જેટલી કંપનીને અસર થઇ છે જેમાંથી 163 જેટલી કંપની તો ફોર્ચ્યુન 1000માં આવે છે.

ચીનના સંકટના કારણે ભારતીય અર્થતંત્રને પણ મોટા પાયે અસર થઇ છે. ચીન ભારત સાથે વેપાર કરતો બીજો સૌથી મોટો દેશ છે.  2018-19માં ભારતે ચીન પાસેથી 13.7% આયાત કરી હતી અને 5.1% નિકાસ કરી હતી. ભારતીય ફાર્મ ઉદ્યોગ તો સંપૂર્ણપણે ચીન પાર જ આધારિત છે કારણકે તેનું મોટા ભાગનું રો મટેરીયલ ચીનથી જ આવે છે. ભારત મોબાઈલનું પણ મોટું માર્કેટ છે. હાલમાં ભારતના મોબાઈલ માર્કેટનું મૂલ્ય $30 બિલિયન જેટલું થાય છે. મોબાઈલ ફોન ઉદ્યોગ પણ મોટા પાયે ચીન પર નિર્ભર છે.

હાલમાં કોરોના વાયરસના સંકટના કારણે સ્માર્ટફોન, ટીવી અને ઇલેકટ્રોનિક ઉદ્યોગને મોટા પાયે અસર થઇ છે. આના કારણે એ-કોમર્સ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટા પાયે અસર થઇ છે. ભારત ચીનથી મોટા પાયે હેવી મશીનરી મંગાવે છે. ભારતની કુલ આયાતની 28% હેવી મશીનરી ચીનથી આવે છે. આ કારણે મોટા ભાગના ભારતીય ઉદ્યોગને અસર થઇ છે.