મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના તબલિગ જમાતના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા પૈકી મોટાભાગના લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાંથી સુરતમાંથી લોકો હાજરી આપવા માટે ગયેલા હોવાનું બહાર આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી. અને તાકીદે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ૭૨ લોકોની યાદીના આધારે તપાસ કરતા જેમાંથી ૧૨ જણા સુરતની બહારના અને સાત નામ ડબલ હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા ૫૩ જણાની શોધખોળ કરી રાતોરાત ૪૩ જણાને શોધી કાઢી સમરસમાં કોરોન્ટાઈન કર્યા છે, જયારે બાકીના ૧૦ જણાનો હજુ કોઈ પત્તો નહી મળતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસે સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવ્યો છે જેમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. તેવા સમયે દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના તબલિગ જમાતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેલામાંથી મોટી સંખ્યામાં લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થયું છે. ત્યારે આ તબલિગના કાર્યક્રમમાં સુરતમાંથી પણ લોકો હાજરી આપવા માટે ગયા હોવાનું બહાર આવતા તંત્ર દોડતું થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં સુરતમાંથી હાજરી આપવા ગયેલા ૭૨નાં નામ સામે આવ્યાં છે. જેમાંથી ૧૨ જણા સુરતની બહાર છે અને સાત નામો ડબલ હોવાથી બાકી રહેલા ૫૩ જણાની શોધખોળ શરુ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાંથી મોડી રાત્ર સુધીમાં ૪૩ જણાને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આ ૪૩ જણાને સમરસમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે બાકીના ૧૦ જણા હજુ સુધી મળી આવ્યા નથી પાલિકાની ટીમો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.