મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પોલીસ ઇન્સપેક્ટરની પત્ની સ્વીટી પટેલના ગુમ થયાને 50 દિવસ જેટલો સમય પસાર થઇ ગયો છે.  ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામુ કર્યા બાદ શનિવારે ફરી મકાનની ઝીણવટ ભરી તપાસ કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફ.એસ.એલ.ની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે પી.આઇ. એ.એ. દેસાઈએ ગુરૂવારે નાર્કો ટેસ્ટ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. તે બાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમે ચકચારી સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉચકવા બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં આજે પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવતા તપાસમાં નવો વળાંક આવ્યો છે. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ મામલે મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.

Advertisement


 

 

 

 

 

અમદાવાદ ક્રાઇમ બ્રાચની ટીમે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય રીતે ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. તે બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરું મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં તે જગ્યા અને મકાનનું પંચનામુ કર્યું હતું. હાડકનો રિપોર્ટ પણ આગામી દિવસોમાં આવશે.