મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ મોરારીબાપુએ શરૂ કરેલા વિવાદ પછી હવે વિવાદ આગળ વધી રહી રહ્યો છે, આમ તો સંતોનું કામ સમાજના તમામ વર્ગો વચ્ચે સુમેળ સાંધવાનું છે પણ સ્વામિનારાયણ સંતોના જે  ધાર્મિક વીડિયો બહાર આવ્યા છે. જેમાં અન્ય સમાજના ટીકા અને મનમાં રહેલો અન્ય સમાજ પ્રત્યેનો દ્વેષ પ્રગટ થઈ રહ્યો છે. આમ તો મોરારીબાપુએ મિચ્છામી દુક્કડમ કહીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો પણ હવે આ મામલે દલિતો અને ગૌપાલકો મેદાનમાં આવ્યા છે. તેમણે આ મામલે આ પ્રકારના ઉચ્ચારણો કરનાર સંતો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગણી કરી છે. આ મામલો ઉગ્ર બને તેવા એંઘાણ મળી રહ્યા છે. જોકે વાયરલ વીડિયોને પગલે લોકોની પ્રતિક્રિયા અંગે જાણી સંત દ્વારા એક માફી માગતો વીડિયો પણ જાહેર કરાયો છે. જે વીડિયો અહેવાલને અંતે દર્શાવાયો છે.

સ્વામિનારાયણ સંતના જાહેર થયેલા બે વીડિયો જે બે પૈકી એક વીડિયો અમે જાહેર કરી શકતા નથી કારણ તે વીડિયોમાં એક સંત દલિત સમાજ માટે અપરાધ ગણાય તેવા શબ્દોનો પ્રયોગ અનેક વખત કરે છે. આ કહેવાતા સંત જાહેર મંચ ઉપરથી પોતાના પ્રવચનમાં સ્વામિનારાયણ સપ્રદાયના લોકોને રાજાના સંતાન ગણાવે છે. જ્યારે દલિતો માટે અત્યંત ધૃણાસ્પદ શબ્દોનો પ્રયોગ કરે છે. ખરેખર આ કહેવાતા સંત સામે સપ્રદાયના ભક્તોએ જ વિરોધ કરવો જોઈએ પણ કમનસીબે તેવું થયું નથી, પણ હવે આ વીડિયો જાહેર થતા દલિત સમાજે આ મામલે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી આ કહેવાત સંત સામે ગુનો નોંધવાની  માગણી કરવાના છે.

જ્યારે બીજો એક વીડિયો જે અમે અગાઉના સમાચારમાં તમારી સામે  મુક્યો હતો તેમાં એક સંત કૃષ્ણ ભગવાન હોવા સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા હતા. તેઓ તેમાં કહી રહ્યા છે કે પાંડવો જેને ભગવાન માને તે કઈ રીતે ભગવાન થઈ જાય પાંડવો તો વર્ણ શંકર હતા, જ્યારે એક ગોવાળીયો કઈ રીતે ભગવાન થઈ જાય આ મુદ્દે ગૌપાલકો નારાજ થયા છે. જોકે વાયરલ વીડિયો બાદ સંત દ્વારા સમાજની લાગણી દુઃભાઈ હોય તો ક્ષમા માગતો એક વીડિયો જાહેર કરાયો હતો, જુઓ વીડિયો…