દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ) : ગુજરાતમાં અને અમદાવાદમાં ઘણા સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની લગભગ બધી હોસ્પિટલોમાં બેડ ભરાઈ ગયા છે. દર્દીઓને પોતાના પરિવારથી અલગ રહીને હોસ્પિટલમાં રહેવું પડે છે જેના કારણે દર્દીઓ માનસિક રીતે હતાશ થઈ જતાં હોય તેવી ઘણી વાર જોવા મળે છે. આવા સમયે દર્દીઓ માટે દવાઓ તો જરૂરી છે જ પણ તેમની સ્વસ્થ થવા માટેની ઈચ્છા પણ જરૂરી છે.

એક રિસર્ચ મુજબ મ્યુઝિક થેરાપી ડિપ્રેશન જેવા રોગ માટે એક ઉત્તમ ઉપાય છે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને આ થેરાપીનો ઉપયોગ કરીને સકારાત્મક બનાવી શકાય છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના દર્દીઓ સાથે કોરોના વોર્ડમાં ડ્યુટી કરી રહેલા ડોકટરો અને મેડિકલ સ્ટાફ સંગીતના તાલે ઝુમતા જોવા મળે છે.


 

 

 

 

 

આના પાછળનું કારણ બીજું કંઈ નહીં માત્ર દર્દીઓને માનસિક સ્વાસ્થ્ય રાખવાનું છે.

આજે અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ કોરોનાના દર્દીઓ સાથે સંગીતના તાલે ઝુમતા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. કોરોના કરતા પણ જો કઈ વધારે ખતરનાક હોય તો તે છે કોરોનાની બીક. જ્યારે સારવાર કરતા ડોકટરો અને સ્ટાફ PPE કીટ પહેરીને દર્દીઓનું મનોરંજન કર્યું ત્યારે દર્દીઓ થોડી વાર માટે પોતાની બીક ભૂલી ગયા હોય તેવું લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.