મેરાન્યૂઝ નેટવર્ક. ઉનાઃ સુત્રાપાડા પોલીસે ભાગતા ફરતા આરોપીઓને પકડવા મહેનત શરૂ કરી છે. 12 વર્ષથી ભાગતા ભરતાં આરોપી રાજુ ગંગારામ મારવાડીને પોલીસે તળાજા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

છેલ્લા બારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી નાસતા ફરતા ક્વોડ ગીર સોમનાથ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પ્રતાપ સિંધ પવાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકની સુચના મુજબ નાસતા ફરતા ક્વોડની રચના કરવામાં આવી. જે દરમ્યાન જરૂરી સૂચના માર્ગદર્શન આધારે નાસતા ફરતા ક્વોડના પો.સબ.ઇન્સ. આર.આર.ગરયર તથા પો.હેડ.કોન્સ અરવિંદભાઇ પરષોતમભાઇ તથા સંજયભાઇ ગોવિંદભાઇ તથા રમેશભાઇ વાલાભાઇ તથા પો.કોન્સ ભીખુશા બચુશા એ રીતના પો.સ્ટાફના માણસો ઉના ખાતે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સંયુક્ત બાતમી આધારે સુત્રાપાડા પો.સ્ટે. ગુ.ર.નં.સેકન્ડ ૬૪/ ૨૦૦૮ આઇ.પી.સી. ૬.૩ ૨૩,૫૦૪, ૫૦૬ (૨), જી. પી.એક્ટ. ક. ૧૩૫ વિ. મુજબના ગુનાના કામનો છેલ્લાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુભાઇ ગંગારામ મારવાડી રહે. ઘંટીયા (પ્રાચી) તા.સુત્રાપાડા હાલ તળાજા વાળાને તળાજા રોયલ ચોકડી હનુમાન પરા પાસેથી પકડી પાડી મજકુર ઇસમને નામદાર હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ જે-તે પો.સ્ટે. ખાતે કોવીડ-19 નો ટેસ્ટ કરાવ્યા બાદ ધોરણસર અટક કરવાનો હોય જેથી મજકુર ઇસમને સુત્રાપાડા પો.સ્ટે. સી.આર.પી.સી. ક.૪૧ (૧) (આઇ) મુજબ નજર કેદ રાખી પ્રસંશનીય કામગીરી કરેલ છે.