મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહી છે જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષ દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવતા હોવાથી કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો સાથે હાથ મિલાવી લે છે અને લાઈનો ચાલવા માંડે છે બુટલેગરો માટે સિલ્ક રૂટ ગણાતા શામળાજી પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કરોડો રૂપિયાના આસામી બની ચુક્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વિદેશી દારૂના ધધામાં રહેલી મબલખ કમાણીની લાલચમાં અનેક પોલીસકર્મીઓ બુટલેગર બની વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઝડપાઈ ચુક્યા છે થોડા મહિના અગાઉ ગાંધીનગર એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી અરવલ્લીના પોલીસ કોન્સટેબલ મહેશ ગઢવીનું નામ ખુલ્યું હતું જેના પગલે રેંજ આઈજીએ સસ્પેન્ડ કર્યોના ગણતરીના દિવસો બાદ રેંજ આઈજીએ સસ્પેન્ડેડ મહેશ ગઢવીને મહેસાણા હેડક્વાટર હાજર થવા હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચવાની સાથે હવે કોનો વારોની ચર્ચાએ જોર પકડ્યું છે   


 

 

 

 

૫ મહિના અગાઉ ગાંધીનગર એલસીબી પીએસઆઈ ઝાલાએ ડુમેચા નજીક ટ્રાવેરા માંથી ૧ લાખ રૂપિયા જેટલો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારે બુટલેગરોએ એલસીબી પોલીસને ગઢવી સાહેબ સાથે ફોન પર વાત કરી લો તેમ જણાવતા પીએસઆઈ ઝાલા ચોકી ઉઠ્યા હતા અને ગઢવી નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા પછી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો ગઢવી નામનો પોલીસકર્મી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને સ્ટેટ મોનીટરીંગ સેલને તાપસ સોંપાઈ હતી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી જ્યોતિ પટેલને સોંપવામાં આવી હતી તેમની ટીમે જે તે સમયે અરવલ્લીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો ત્યાર બાદ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હોવાની બૂમો ઉઠી રહી હતી ત્યારે રેન્જ આઈ જી તરીકે અભય ચુડાસમાએ પોલીસ કોન્સટેબલ મહેશ ગઢવીને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં આનંદ છવાયો હતો સસ્પેન્ડ કરાયાના બે મહિનાની અંદર આઇજીએ મેહસાણા જીલ્લામાં બદલી કરી હેડક્વાટર હાજર થવાનો હુકમ કર્યો છે

કઈ રીતે ગાંધીનગર LCBપોલીસે પોલીસ કોન્સટેબલ દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી વાંચો

 ૨૯-૦૫-૨૦૨૦ના રોજ ગાંધીનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે જાણકારી મળી કે રાજસ્થાનથી એક ટવેરા કાર આવી રહી છે,જેમાં દારૂનો જથ્થો છે અને આ કારનનું પેટ્રોલીંગ એક સ્વીફટ કાર રહી છે, આ માહિતીને આધારે ગાંધીનગર ક્રાઈમનો સ્ટાફ ડુમેચા પાસે વોચમાં ઉભો હતો ત્યારે ટવેરા અને સ્વીફટ પસાર થતાં તેમને કોર્ડન કરી રોકતા ટવેરા કારનો ચાલક કાર રોકી ફરાર થયો હતો, પણ પોલીસે ટવેરામાં રહેલી વ્યકિત અને સ્વીફટ કારમાં રહેલી વ્યકિતને ઝડપી ટવેરાનની તલાશી લેતા તેમાંથી બીયર અને વ્હીસકીનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે દારૂ અંગે પુછતા સ્વીફટ કારમાં રહેલી વ્યકિતએ કોમલ કહ્યુ હતું જો કે ગાંધીનગર પોલીસે કોમલ એટલે શુ તેવુ પુછતા તે વ્યકિતએ કહ્યુ હતું કે મોડાસાના ગઢવી સાહેબે કહ્યુ હતું કે રસ્તામાં કોઈ પોલીસ રોકે તો કોમલ કહેવાનુંઆ વ્યકિતએ પોલીસને આગ્રહ કર્યો હતો કે તમે ગઢવીસાહેબ સાથે વાત કરો આ તેમનો નંબર છે પરંતુ ગાંધીનગર પોલીસે ગઢવી સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો.ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગઢવી નામની વ્યકિત સહિત રાજસ્થાનથી દારૂ લઈ આવનાર બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો ત્યારે રસ્તામાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કાર પસાર થઈ અને તેમણે કોમલ કોર્ડવર્ડનો ઉપયોગ કેટલાંક સ્થળે કર્યો તે પણ ચર્ચાના ચકડોળે ચઢ્યું હતું