મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ ચીનમાં કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે. ત્યાં હજુ સુધી તેના કારણે 80 લોકોના મોત થઈ ચુક્યા છે. ચીન ઉપરાંત આ વાયરસ દુનિયાના અન્ય દેશોમાં પણ પગ પેંસારો કરી રહ્યો છે. ભારતમાં કેટલાક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ રવિવારે જયપુરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ત્યાં જ બિહારમાં પણ એક દીકરી તેની ઝપેટલમાં આવી હોવાની આશંકા છે.

બિહારના છપરામાં એક છોકરી કોરોના વાયરસની ઝપેટમાં હોવાની આશંકા છે જેને પગલે સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યાંથી આજે તેને પીએમસીએચ લવાઈ હતી. તે ચીનથી ભણીને પાછી આવી છે. પટણાના સિવિલ સર્જન ડોક્ટર વિનય કુમાર યાદવનું કહેવું છે કે, ચીનમાં ન્યૂરો સાયન્સ પીએચડી કરતી વિદ્યાર્થિની 22 જાન્યુઆરીએ છપરા પાછી આવી હતી. તબીયત ખરાબ હોવા પર તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. છપરામાં આ વાયરસની તપાસની વ્યવસ્થા નથી તેથી હવે તેને પટણા લઈ જવાઈ રહી છે.

છપરાની પીડિતાનું નામ એક્તા કુમારી છે. જેને પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોરોના વાયરસ જેવા લક્ષણોને કારણે દાખલ કરાઈ છે. તેમણે કહ્યું કે, મને કાંઈ થયું નથી. મને એરપોર્ટ પર અધિકારીઓએ તપાસ બાદ છોડી દીધી હતી. મારા શરીરનું તાપમાન 98 ડિગ્રી ફેરનહીટ છે. મને ખાંસી નથી. શું બિહારમાં આવી જ વ્યવસ્થા છે.?

ત્યાં રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ રવિવારે કહ્યું કે એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેમણે કહ્યું કે ચીનમાં એમબીબીએસ કોર્સ પુરો કર્યા પછી ભારત આવેલા એક ડોક્ટરને કોરોના વાયરસની અસર થવાની શંકામાં અહીં એસએમએસ હોસ્પિટલમાં રખાયા છે. મંત્રીએ કહ્યું કે, તમામ પરિજનોના સ્ક્રિનિંગ કરવાના નિર્દેશ અપાયા છે. દાખલ દર્દીના લોહીના સેમ્પલ પુણે સ્થિત નેશનલ વાયરોલોજી લેબમાં મોકલી દેવાયા છે. તેમણે કહ્યું કે રાજ્યના ચાર જિલ્લાઓના કુલ 18 લોકો ચીનથી ભારત પાછા આવ્યા છે. સંબંધિત જિલ્લા પ્રમુખો અને સ્વાસ્થ્ય અધિકારીઓને તેમની 24 કલાકની દેખરેખમાં રાખવાના નિર્દેશ આપ્યા છે.

બીજી તરફ કોરોના વાયરસના સંક્રમણની શંકામાં 36 વર્ષિય એક વ્યક્તીને મુંબઈના એક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને અલગ વોર્ડમાં દાખલ કરાયા છે. આ મુંબઈમાં આ પ્રકારનો ચોથો કેસ છે. દક્ષિણ મુંબઈના તાડદેવ નિવાસી વ્યક્તિને કસ્તૂરબા હોસ્પિટલમાં અલગ દેખરેખમાં રખાયો છે.

એલર્ટ બાદ દેશના કુલ 7 હવાઈ મથકો પર આ પ્રકારના 29707 યાત્રિઓની તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ સુથી એક પણ કેસ સંકરાત્મક મળ્યો નથી. આજે પણ 4359 યાત્રિઓની તપાસ કરાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયએ એક સોશ્યલ મીડિયા પોસ્ટ થકી કહ્યું કે, નેપાલમાં કોરોના વાયરસનો એક કેસ હોવાની પૃષ્ટી થઈ ગયા બાદ ભારતે નેપાલની સીમાથી અડીને આવેલા વિસ્તારોમાં સતર્કતા વધારી દીધી થે. ઉત્તરાખંડમાં પિથૌરાગઢ જિલ્લાના ઝૂલાઘાટ અને જૌલજીબીમાં નેપાલ સાથે લગતી સીમા પર સ્વાસ્થ્ય દળ તૈનાત કરાયું છે.

શું છે આ વાયરસ
દર્દીઓ પાસેથી લેવાયેલા આ વાયરસના સેમ્પલની તપાસ પ્રયોગશાળામાં કરાયઈ હતી. તે પછી ચીનના અધિકારીઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કહ્યું કે આ એક કોરોના વાયરસ છે. કોરોના વાયરસ ઘણા પ્રકારના હોય છે પરંતુ તેમાંથી છ જ લોકોને સંક્રમીત કરવા માટે ઓળખાય છે. પરંતુ આ નવા વાયરસની ખબર મેળવ્યા પછી આ સંખ્યા વધીને સાત થઈ ગઈ છે.

નવા વાયરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ જાણકારી મળી છે કે તે માણસોને સંક્રમીત કરવાની ક્ષમણા રાખનારો અન્ય કોરોના વાયરસ છે જેની તુલનામાં સાર્સના અધિક નેકટવર્થી છે. સાર્સ નામના કોરોના વાયરસને પણ ઘણો ખતરનાક માનવામાં આવે છે. સાર્સના કારણે ચીનમાં વર્ષ 2002માં 8098 લોકો સંક્રમીત થયા હતા અને તેમાંથી 774ના મોત થયા હતા.

રોગના લક્ષણો જાણો
આ રોગના લક્ષણો એવા જોવા મળ્યા છે કે દર્દીને, માથાનો દુઃખાવો, નાક વહેતું રહેવું, ખાંસી, ગળામાં ખીચખીચ, તાવ, અશક્તિનો અનુભવ થવો, છીંક આવવી, અસ્થમાનું બગડવું, થાક લાગવો, ન્યૂમોનિયા, ફેફ્સાઓમાં સોજો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસથી દર્દીમાં શરદી-ઉધરસ જેવા લક્ષણો નજરે પડે છે પરંતુ અસર ગંભીર હોય છે તેનાથી મોત પણ થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રો. માર્ક વૂલહાઉસે કહ્યું કે, જ્યારે અમે આ નવા કોરોના વાયરસને જોયો તો અમે તે જાણવાના પ્રયત્નો કર્યા કે તે કેટલો ખતરનાક હોઈ શકે. આ સામાન્ય શરદીના લક્ષણ બતાવનારો નથી, તે ખરેખર ચિંતાની વાત છે.