મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંતરી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ હવે નથી રહ્યા. હૃદય રોગના હુમલાને કારણે તેમનું મંગળવારે રાત્રે નિધન થયું આજે બપોરે ત્રણ વાગ્યે તેમની અંતિમ યાત્રા નિકળી હતી. તેમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને નરેન્દ્ર મોદી સહીતના ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. તેમના મૃતદેહને જોઈ નરેન્દ્ર મોદીથી માંડી લાલકૃષ્ણ અડવાણી પણ ભવુંક થઈ ગયા હતા. અહીં સુધી કે તેમના વિરોધીઓની પણ આંખો ભીંજાઈ ગઈ હતી.

તેમા મૃતદેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય ખાતે લઈ જવાયો હતો જ્યાં કાર્યકર્તાઓ અને લોકોએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમની સ્મશાન યાત્રા લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે પૂર્ણ  થઈ હતી. તેમના પતિ અને પુત્રીએ તેમને સલામી આપી હતી અને તેમને વિદાય કર્યા હતા.

બીજેપી કાર્યાલય ખાતેથી અંતિમયાત્રા નીકળતા પહેલા દીકરી બાંસુરી સ્વરાજ અને પતિ સ્વરાજ કૌશલે ત્રિરંગામાં લપેટાયેલા સુષમા સ્વરાજને સલામી ભરી હતી અને તેમના અંતિમ વિદાય આપી હતી.