મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચુકેલા સુષ્મા સ્વરાજનું આજે સાંજે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુષ્મા સ્વરાજ ઘણા દિવસોથી બિમાર રહેતા હતા. રિપોર્ટ્સ મુજબ તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે.

તેમની તબીયત ખરાબ થવાના તુરંત બાદ જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ઘડકરી એઈમ્સ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ સાથે જ ભાજપના ઘણા મોટા નેતાઓ પણ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા.