મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુશાંતસિંહ રાજપુતના મોત મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા રિયા સહિતના અન્ય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એનસીબીએ ડ્રગ્સના એંગલને લઈને કેસ દાખલ કર્યો છે.

એનસીબીના આ કેસમાં રિયા ચક્રવર્તિ, શૌવિક જયા શાહ, શ્રુતિ મોદી અને પુણેનો રહેનારો તથા ગોવામાં સક્રિય એવો શખ્સ ગૌરવ આર્યા તથા અન્ય ડ્રગ્સ ડિલર્સની કુંડળી તપાસવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં એનસીબી ડાયરેક્ટરના આદેશ પર આ કેસ દાખલ થયો છે. દિલ્હી સ્થિત એનસીબીની ઓપરેશન્સ યૂનિટ, મુંબઈ એનસીબી સાથે મળીને સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરશે. જે જે લોકોના નામ ઈડીની ફરિયાદમાં છે તેમની સામે એનસીબીએ આ કેસ દાખલ કર્યો છે. તેનો મતલબ એ છે કે રિયા તેના ભાઈ અને અન્યો સામે કેસ દાખલ થયો છે. 20, 22, 27, 28, 29 NDPS એક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.