મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની માહિતી સાંભળતા જ તેના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુશાંત સિંહનું ઘર બિહારના પટણામાં છે તે મૂળ બિહારના પૂર્ણિયા જિલ્લાના મહિદાનો છે. તેનું વારસાનું ઘર પૂર્ણિયાના બડહરા કોઠીના મલડીહા ગામમાં સ્થિત છે. સુશાંતનું પરિવાર પટણાના રાજીવનગર વિસ્તારમાં રહેતો હતો. હજુ પટણા સ્થિત ઘર પર તેના પિતા રહે છે.

સુશાંત સિંહ રાજપૂતે રવિારે તેના મુંબઈના ફ્લેટમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મિત્રોએ કહ્યું કે તે ડિપ્રેશનમાં રહેતો હતો અને તે દવાઓ પણ લેતો હતો. ગત રાત્રે સુશાંતના કેટલાક મિત્રો તેની સાથે હતા. સવારે જ્યારે સુશાંતે દરવાજો ન ખોલ્યો તો તેના દોસ્તોએ દરવાજો તોડીને અંદર જવા પ્રયત્ન કર્યો અંદર ગયા તો નજારો ડરાવનારો હતો. સુશાંત ફાંસો લગાવેલી હાલતમાં હતો. નોકરે પોલીસને જાણ કરી અને તેની તપાસ શરૂ થઈ હતી. તેના મૃત્યુની જાણ થતાં બોલીવુડ આખું અચંબીત થઈ ગયું હતું. સુશાંતે પોતાનું ભણતર પટણાના સેન્ટ કરેન્સ સ્કૂલમાં કર્યું હતું.

ખુશમિજાજ સુશાંત સિંહ રાજપૂત પોતાના મિત્રો વચ્ચે હંમેશા ચર્ચામાં રહેતો હતો. સુશાંત સિંહ રાજપૂતના સ્યૂસાઈડની માહિતી મળતાં જ ઝારખંડના લોકો કહી રહ્યા છે કે અમને તો તમારામાં મહેન્દ્ર સિંહ ધોની દેખાતા હતા, તમે સ્યૂસાઈડ કેમ કરી લીધું.

બિહાર રાજનીતિ સાથે કનેક્શન

બિહારની રાજનીતિ સાથે પણ સુશાંત સિંહ રાજપૂતને એક ખાસ કનેક્શન છે. સુશાંત સિંહ રાજપૂત સુપૌલના છત્તાપુરથી પૂર્વ ભાજપના ધારાસભ્ય નીરજ બબલૂનો પિતરાઈ ભાઈ છે. તેની ભાભી નૂતન સિંહ લોજપાથી બિહાર વિધાન પરિષદની સદસ્ય પણ છે.

સુશાંત સિંહ રાજપૂતનું ઘર અને મોસાળું બિહારમાં જ છે. સુશાંત ઘણીવાર બિહાર આવતો રહેતો હતો. વર્ષ 2019માં સુશાંત મુંડન કરાવવા માટે ખગડિયા ખાતે આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત ચૌથમ પ્રખંડના બોરને ગામ પહોંચ્યો હતો. તે દરમિયાન સુશાંત નાવડીમાં ત્યાં ગયો હતો ત્યારે ગામના લોકોએ ઢોલ વગાડીને તેનું સ્વાગત કર્યું હતું. જોકે આજે તેના મોતના અહેવાલ મળતાં જ પુરુ ગામ શોકમાં છે.

સુશાંતનું બોરનેમાં પ્રસિદ્ધ મનસા દેવી મંદિર છે ત્યાં મુંડન થયું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં સુશાંતે એવું પણ કહ્યું હતું કે, ખગડિયાનું બોરને ગામ તેનું મોસાળ છે અને તેની માતાએ મનસા દેવી મંદિરમાં બાધા રાખી હતી જેને પુરી કરવા તે અહીં આવ્યો હતો.