મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત (Shushant Singh's Last Post) એ આજે આત્મહત્યા કરી લીધી છે. તેના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. ઘરના નૌકરે ફોન કરીને પોલીસને આ અંગેની જાણકારી આપી હતી. એક્ટરની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાઈ છે. અભિનેતાના વતનમાં આવેલા તેના ઘરે શોક છવાયો છે.

કોઈને પહેલા તો આ વાત પર વિશ્વાસ જ થઈ રહ્યો નથી કે સુશાંતે આત્મહત્યા જેવું મોટું પગલું લીધું છે. આ દરમિયાનમાં સુશાંત સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ હતો. તેની પોસ્ટ પર નજર કરીએ તો તેણે તેની માતાના નામ પર એક પોસ્ટ મુકી હતી, જે હવે તેના નિધન પછી અંતિમ પોસ્ટ છે. સોશિયલ મીડિયા પર આ જ પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આપને જણાવી દઇએ કે સુશાંતની માતાનું વર્ષ 2002માં જ નિધન થઈ ગયું હતું. તેના પરિવારમાં એક બહેન અને તેના પિતા છે. સુશાંત સિંહ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફક્ત દસ દિવસ પહેલા જ 3 જુને અંતિમ વાર પોતાની માતાને કેટલાક શબ્દો લખ્યા હતા. સુશાંતે લખ્યું હતું કે, ધૂંધળું અતિત, આંસુઓના ટીપાથી વરાળ થઈ રહ્યું છે, ક્યારેય ખત્મ ન થનારું આ સપનું હાસ્ય પર કોતરણી રી રહ્યું છે અને જલ્દી જ ખત્મ થવાનું છે આ જીવન, બંને વચ્ચેની વાતચિત.

સુશાંત સિંહના ઘરમાંથી પોલીસને હાઈપરટેન્શનની દવાઓ અને કેટલાક મેડિકલ ડોક્યૂમેન્ટ્સ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ જુનથી બાદથી સોશિયલ મીડિયા પર તે દેખાયો ન હતો. 16 વર્ષની ઉંમરે તેણે પોતાની માતા ગુમાવી હતી. તે અવારનવાર પોતાની માતા પ્રત્યે પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચુક્યો હતો.