મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના સૌથી નજીકના લોકોમાં તેનો દોસ્ત સિદ્ધાથ પિઠાણી હતો. સુશાંતની મોતના સમયે સિદ્ધાર્થ તેના જ ઘર પર બીજા રૂમમાં હતો. હવે સિદ્ધાર્થ પિઠાણીએ સુશાંતના જીજા ઓપી સિંહની તરફથી કથિત રીતે મળેલા વોટ્સએપ મેસેજીને શેર કર્યા છે. સિદ્ધાર્થે જે મેસેજીસ શેર કર્યા છે તેના મુજબ સુશાંત પોતાના પરિવાર સાથે સંપર્કમાં ન હતો. એટલું જ નહીં તેના જીજાએ અહીં સુધી મેસેજ કર્યો હતો કે મારી પત્નીને પોતાની સમસ્યાઓથી દૂર રાખો.

ઓપી સિંહ આ વખતે સુશાંતના સીધા સંપર્કમાં ન હતા. સિદ્ધાર્થ જ સુશાંતને મેસેજ આપનાર હતો. સુશાંતના નામે મોકલાયેલા મેસેજમાં ઓપી સિંહે લખ્યું હતું કે ચંદીગઢ પહોંચી ગયા. મુંબઈમાં આમંત્રણ માટે ધન્યવાદ. મારા જુના દોસ્તોને મળવાની તક મળી. આપ પર પોતાના જીવન, કેરિયર કે ઘરની જવાબદારી નથી. મને ખુશી છે કે હું યોગ્ય નિકળ્યો અને પોતાની યાત્રાનું પ્લાનિંગ પોતાના મુજબ કર્યું.

સુશાંતના જીજાએ એક અન્ય મેસેજમાં લખ્યું છે કે, કૃપા કરીને મારી પત્નીને પોતાની સમસ્યાઓથી દૂર રાખો. એ એટલે કારણ કે તમારી આસપાસ લોકો, મદદ નહીં કરવાની આદતો અને ગેરવહીવટથી ભરેલું છે. હું અહીં સુનિશ્ચિત કરવા માટે છું કે મારી પત્નીને એટલે પરેશાની ન થાય કે તે ખુબ સારી છે.

તેમણે કહ્યું કે, સરાહના કરું છું કે ફક્ત હું જ છું જે આપની મદદ કરી શકું છે, હું હજુ ઉપલબ્ધ છું. જો કોઈ પણ તમારી સારસંભાલ કરે છે- આપની ગર્લફ્રેન્ડ, તેનો પરિવાર કે તમારા મેનેજર- મારા ઓફીસની તરફથી મ્યૂચ્યૂઅલ સહમતીથી થનારી વ્યવસ્થા કરી શકાય છે. આ મેસેજ પર પોતાના વિચાર મુકજો. જો આ આપને જરૂરી નથી લાગતું તો તેને ઈગ્નોર કરજો. સરકાર ચલાવવા માટે, ડિપાર્ટમેન્ટ મેનેજ કરવા માટે એક પરિવાર છે.

સુશાંતના જીજાએ આ મેસેજ ફેબ્રુઆરી 2020એ મોકલ્યા હતા. આ મહિને સુશાંતના પરિવારને પણ પોલીસે જીવનું જોખમ હોવાનું કહ્યું હતું. સોમવારે સુશાંતના પિતા કેકે સિંહએ પોતાનો એક વીડિયો રિલીઝ કર્યો જેમાં તે કહે છે કે તેમને બાંદ્રા પોલીસે પોતાના દિકરાનો જીવ જોખમમાં હોવાને લઈને ચેતવ્યા હતા.