મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ તમારી નજર સામે જે છે તે જ સત્ય છે, છતાં ઘણા લોકો બીજી દુનિયા, મૃત્યુ પછીની દુનિયા, આત્મા, માતા, પીર, વગેરે જેવા ઘણા શક્તિઓના માલિક હોવાનો દાવો કરતા હોય છે. સુશાંતના મોતને મહિનો વિતી ચુક્યો છે. તેના ફેન્સ પણ તેના નિધનથી આઘાતમાં હજુ પણ છે. પેરાનોર્મલ એક્સપર્ટ તરીકે જાણિતા સ્ટીવ હફએ સુશાંતની આત્મા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્ટીવ મુજબ સુશાંતના ફેન્સ મેસેજીસ અને ઈમેઈલ દ્વારા મદદ માગી રહ્યા હતા.

સ્ટીવ હફ એક યંત્રની મદદથી આત્મા સાથે વાત કર્યાનો દાવો કરે છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો જાહેર કર્યો છે. સાથે જ કહ્યું છે કે, સુશાંતની અવાજ ખુબ જ સ્ટ્રોંગ હતી. સ્ટીવ પોતાની પોસ્ટમાં લખે છે કે, હજારો રિક્વેસ્ટ પછી તમારા માટે છે આ. આ એક અવિશ્વસ્નીય સેશન હતું. તેણે મને સીધા જવાબ આપ્યા. પહેલાથી ઘણા સ્પષ્ટ અને પોતાની જ અવાજમાં. હું જલ્દી જ તેનું એક સેશન કરીશ. જેમાં ઘણા વધુ ગહન સવાલો પુછવાના છે.

સ્ટીવએ આ સેશન 13 જુલાઈએ કર્યું હતું. યૂટ્યૂબ પર જાહેર કરેલા વીડિયોમાં સ્ટીવ સુશાંતનું નામ લઈને પુછી રહ્યા છે કે, આપને યાદ છે કે આપની મોત કેવી રીતે થઈ હતી? સ્ટીવના સવાલ પુછતાં જ મશીનથી અંગ્રેજીમાં અવાજ આવે છે, અહીં પ્રકાશ છે હફ, તેમને કહો મને પ્રકાશ મળી ગયું છે. હવે આ પ્રકાશ ધીમું થઈ રહ્યું છે. તે તમને જોઈ રહ્યા છે. હું ખરેખરમાં ભગવાનને મળવા માગતો હતો. આપ જાણો છો હું તેમને શું કહેવા માગું છું. તેમની આત્મા ઠીક છે અને તે સ્વર્ગમાં છે.

સ્ટીવ પુછે છે કે આપે આત્મહત્યા કેમ કરી? આ સવાલના જવાબમાં ડિવાઈસથી અવાજ આવે છે, બદલાવ માટે, સ્ટીવનો દાવો છે કે સુશાંત એકલો ન હતો તેની સાથે અન્ય બે આત્માઓ હતી. તેમાં એક પુરુષ અને એક મહિલાની આત્મા હતી.

સ્ટીવનું કહેવું છે કે તે દસ વર્ષોથી આત્માઓ સાથે વાતો કરે છે. તેના માટે તેમણે એક મશીનનું નિર્માણ કર્યું છે જેનાથી આત્માનો અવાજ સાંભળી શકાય છે. આપને જણાવી દઈએ કે સ્ટીવ, પેટ્રીક સ્વેઝ અને માઈકલ જેક્સનની આત્માઓ સાથે વાત કરવાના આવા જ સેશન્સ કરી ચુક્યા છે.