મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. 14 જુને સુશાંત સિંહ રાજપૂતએ આ દુનિયાને અલવીદા કરી દીધી હતી. તેના પછી મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને અંદાજે 40 લોકો સાથે વાત કરી ચુકી છે. જોકે હજુ સુધી કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી નથી શક્યા. છતાં હવે આ મામલામાં સ્વ. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તરફથી એક મોટી જાણકારી સામે આવી રહી છે.

હાલમાં જ એક ન્યૂઝ ચેનલે આ વાતનો દાવો કર્યો હતો કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ મુંબઈ પોલીસને આ વાતની જાણકારી આપી હતી કે અભિનેતાના રિયા ચક્રવર્તી સાથે સંબંધો સારા ન હતા. અંકિતાએ પોલીસને એ પણ કહ્યું કે રિયા સુશાંતને હેરાન કરતી હતી.

ચેનલનો દાવો છે કે અંકિતા લોખંડેએ પોતાની વાત સાબિત કરવા માટે મુંબઈ પોલીસને પુરાવા રૂપે સુશાંત સિંહ રાજપૂતના વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ બતાવ્યા હતા. આ સાથે એ વાત પણ સામે આવી રહી છે કે સુશાંતના પરિવારજનોએ ફેબ્રુઆરી 2002માં જ બાંદ્રા ડીસીપીને અભિનેતાનો જીવ જોખમમાં હોવાની જાણકારી આપી હતી, પણ મુંબઈ પોલીસ દ્વારા કોઈ એક્શન ન્હોતી લેવાઈ.

આપને જણાવી દઈએ કે કેકે સિંહએ રિયા ચક્રવર્તી સામે પટનામાં ફરિયાદ દાખલ કરાવી છે. સુશાંતના પિતાએ રિયા સાથે જ પરિવારજનો પર પણ આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, જ્યારે રિયાને ખબર હતી કે મારા દિકરાની માનસીક હાલત નાજુક ચાલી રહી છે તો આ સ્થિતિમાં તેનો યોગ્ય ઈલાજ ન કરાવવો અને તેના ઈલાજના બધા કાગળ પોતાની સાથે લઈ જવાનું અને મારા દિકરાને તે નાજુક સંજોગોમાં એકલો મુકી દેવાનું,અને તેને દરેક રીતે સંપર્ક તોડી દેવાનું જેના કારણે મારા દિકરાએ આત્મહત્યા કરી લીધી તો તેના મોતની જવાબદાર રિયાટ અને તેના પરિજન અને સહયોગીઓ જ છે. તેની તપાસ કરવામાં આવે.

રિયા ચક્રવર્તી પર પૈસાઓની પણ હેરફેરનો આરોપ લગાવતા ફરિયાદમાં કેકે સિંહ એ લખ્યું, મને પોતાના પુત્રના એક બેન્ક ખાતાના સ્ટેટમેન્ટ પરથી ખબર પડી કે ગત એક વર્ષમાં લગભગ 17 કરોડ રૂપિયા માા દિકરાના આ ખાતા નંબર10.... કોટક મહિન્દ્રા બેન્કમાં રહ્યા હતા. આ દરમિયાન 15 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા. આ ખાતાથી પૈસા એવા ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે જેના સાથે મારા દિકરાના કોઈ લેવાદેવા ન હતા. મારા દિકરાના તમામ ખાતાઓની તપાસ કરવામાં આવે અને આ બેન્ક ખાતા-ક્રેડીટ કાર્ડથી કેટલા રૂપિયા રિયાએ પોતાના પરિવારજનો તથા સહયોગીઓ સાથે દગાબાજી અને ષડયંત્ર સાથે છેતરપીંડી કરી છે.