મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સના મામલાની તપાસ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ થી ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) ડ્રગ ચેટ મામલામાં રિયા સાથે મંગળવારે ત્રીજા દિવસે પુછપરછ કરી રહ્યું હતું. સોમવારે રિયાની લાંબી પુછપરછ કરવામાં આવી હતી. આ લાંબી પુછપરછ આઠ કલાક ચાલી હતી જેમાં રિયા પોતાની વાત પર અડી રહી છે કે તણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદી હતી પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી.

એનસીબી ટીમ આ સમયે રિયાનો અરેસ્ટ મેમો તૈયાર કરી રહી છે. અરેસ્ટ મેમો તૈયાર થયા બાદ તેની ધરપકડ કરીને મેડિકલ માટે તપાસ માટે લઈ જવામાં આવશે. રિયા ચક્રવર્તીની ધરપકડ દરમિયાને તેનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવશે. જેના આધારે રિયાની ધરપકડની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતના પરિવારએ તેની કથિત રીતે સારવાર કરતા ડો. સૂમન વોકરની સામે ફરિયાદ દાખલ કરી છે. રિયાએ કહ્યું કે સુશાંત ઘણા પહેલાથી ડ્રગ્સ લેતો આવ્યો હતો અને સુશાંતના કહેવા પર તેના જ માટે ડ્રગ્સ મંગાવી હતી. રિયા અને તેના ભાઈ શૌવિકને સામ સામે બેસાડીને પુછપરછ કરવામાં આવી તો રિયા રડવા લાગી હતી. એનસીબી મુજબ રિયાના ઘરેથી બે ઈલેક્ટ્રોનિક ગેઝેટ મળ્યા છે જેનાથી પણ ડ્રગ્સ સાથે જોડાયેલા કેટલાક પુરાવા મળ્યા છે.