મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસની શંકાસ્પદ મોત વચ્ચે ડ્રગ્સના લિંકના સંબંધમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તપાસ ચલાવવામાં આવતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી થઈ છે. એનસીબીનાં સૂત્રો કહે છે કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસની આખી ચેઇનનો પર્દાફાશ કરવામાં એજન્સીને આખરે સફળતા મળી છે.એજન્સીએ આ નેટવર્કના મોટા સપ્લાયર એવા રીગલ મહાકાલની ધરપકડ કરી લીધી છે. માહિતી મળી રહી છે કે બ્યૂરોના અધિકારી હજુ પણ (આ લખાય છે ત્યારે) અંધેરી વેસ્ટ વિસ્તારમાં રેડ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ એનસીબીએ મોટી માત્રામાં ચરસ અને રોકડ મળી આવી છે. એનસીબીએ 5 કિલો મલાના ક્રીમ એટલે કે પ્રોસેસ્ડ ચરસ મળી આવી છે, જેની બજારમાં કિંમત 2.5 કરોડ હોવાનું જણાવાય છે. આ સિવાય અફીણ અને એક્સ્ટસીની ગોળીઓ પણ ઓછી માત્રામાં મળી આવી છે. તેમજ 13 લાખ રૂપિયાની રોકડ પણ મળી છે. એજન્સીએ આ નેટવર્કના મોટા સપ્લાયર રેગલ મહાકાલની ધરપકડ કરી છે. બ્યુરોના અધિકારીઓએ અંધેરી પશ્ચિમ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.


 

 

 

 

 

જણાવી દઈએ કે જૂન મહિનામાં સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં મળી આવ્યો હતો, જેને મુંબઈ પોલીસે પહેલી તપાસમાં આત્મહત્યા જાહેર કરી હતી. જોકે, સુશાંતના પરિવારે બાદમાં તેની સાથી રિયા ચક્રવર્તી પર આર્થિક છેતરપિંડી અને આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપ લગાવવાનો કેસ કર્યો હતો. આ મામલો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ જેવી મોટી એજન્સીઓ સુધી પહોંચ્યો હતો, જ્યાં તપાસમાં ડ્રગ્સની કડી બહાર આવી ત્યારે એનસીબી તપાસમાં સામેલ થઈ હતી.

એનસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી પણ જેલમાં રહ્યા છે, પરંતુ જામીન પર બહાર છે. બોલિવૂડમાં અનેક મોટી હસ્તીઓ પર સવાલ ઉઠ્યા છે. ફિલ્મથી માંડીને ટીવી ઇન્ડસ્ટ્રી સુધીના ઘણા કલાકારો પર તપાસ પહોંચી ગઈ છે, જો કે, હજી સુધી કોઈ મોટા કલાકાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી નથી. હા, હાસ્ય કલાકાર ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચીયાની ધરપકડ કરવામાં આવી હતી, જેના પછી તેમને જામીન મળી ગયા છે.

એનસીબીએ આ કેસમાં 20 થી વધુની ધરપકડ કરી છે. તેમાં ઘણા ડ્રગ સપ્લાયર્સ અને ડીલરો છે. દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન જેવી અનેક હસ્તીઓના નામ સામે આવ્યા હતા.