મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરવા મુંબઈ આવેલી પટણા પોલીસ બિલકુલ જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં જાણે કામ કરી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના કેસ પહેલાથી જ મુંબઈ પોલીસ પાસે છે, તેથી તેમને આ પસંદ નહીં આવે કે અન્ય એજન્સી આ કેસમાં તપાસ કરે, જેને પગલે પટણા પોલીસએ સ્થાનિક પોલીસનો કોઈ સહયોગ મળી ન રહ્યો હોવાનું કહેવાય છે.

જોકે તપાસ તો કરવાની જ છે, જેને પગલે પટણા પોલીસ આરોપી પક્ષને બદલે ફરિયાદ પક્ષ, તેના સમર્થકો અને મની ટ્રેલની તપાસમાં લાગી ગઈ છે. જોકે સૌથી રસપ્રદ વાત એ છે કે પટણા પોલીસ મુંબઈમાં પોતાની તપાસ માટે ચર્ચાઓમાં નહીં પણ આવવા જવા માટે ઉપયોગ કરી રહેલી સવારીઓ માટે ચર્ચામાં છે. પટણા પોલીસના અધિકારી ક્યારેક બાઈક પર જોવા મળે છે તો ક્યારેક ઓટો રિક્ષામાં તો ક્યારેક વળી બીએમડબ્લ્યૂ અને જેગુઆર જેવી લક્ઝૂરિયસ કારમાં જોવા મળે છે.

30 જુલાઈએ પટણા પોલીસ બાંદ્રાના કોટક મહિન્દ્રા બેન્કમાં વાઈટ બીએમડબલ્યૂ લઈને પહોંચી હતી. મીડિયામાં તે વીડિયો વાયરલ થતાં જ જ્યારે મોંઘી કારના ઉપયોગને લઈને સવાલ ઉઠ્યા તો પાછા જતાં પોલીસ ઓટો રિક્ષામાં બેસીને ગઈ હતી. જોકે સાંજે મલાડમાં અંકિતા લોખંડેના ઘર પાસે તેનું નિવેદન નોંધવા માટે નિકળી તો જેગુઆર કારમાં હતી. આ અગાઉ અંધેરીમાં બુધવારે અંધેરી ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપીને મળવા આવી તો તે મળ્યા નહીં પરંતુ મીડિયાએ તેમને ઘેરી લીધા તો પોલીસ અધિકારીઓ બાઈક પર સવાર થઈને રવાના થઈ ગયા હતા.