મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં 15 કરોડ રૂપિયાના શંકાસ્પદ લેવડદેવડના મામલામાં મની લોન્ડરિંગ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સી દ્વારા બિહાર પોલીસે ફાઈલ કરેલી ફરિયાદના સંદર્ભમાં લેડવદેવડનો મામલો દાખલ કર્યો છે. અભિનેતાના બેન્ક ખાતાથી ટ્રાન્સફર કરાયેલા પૈસાઓનો ઉપયોગ શું થયો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમયમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેંડ રહી ચુકેલી રિયા ચક્રવર્તીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં રિયા રડી પડે છે. તે કહે છે કે સત્યમેવ જયતે. આ વીડિયોમાં રિયા ઈમોશનલ જોવા મળે છે. જોકે આ વીડિયોને સોશિયલ મીડિયામાં ઘણો ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. રિયા આ વીડિયોમાં કહે છે કે, મારા અંગે ઈલેક્ટ્રોનિક મીડિયામાં ઘણા પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. આ કેસ કોર્ટમાં હોવાને કારણે હું તેના પર કોઈ કમેન્ટ નથી કરી રહી. મારું માનવું છે કે સત્યની જીત થશે, સત્યમેવ જયતે. આ રીતે રિયા ચક્રવર્તીએ આ વીડિયો દ્વારા પોતાનો પક્ષ મુક્યો છે.