મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મામલામાં રિયા ચક્રવર્તી પોતાના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે નિવેદન નોંધાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ઓફીસે પહોંચી હતી. એવી માહિતી આવી રહી છે કે, રિયા તપાસમાં સહયોગ કરી રહી નથી અને તે ઈડીના સવાલોના યોગ્ય જવાબો આપી રહી નથી અને તેનું કહેવું છે કે તેને ડિટેઈલ્સ યાદ નથી. રિયા પાસે પાંચ વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન પણ માગવામાં આવ્યા છે.

શૌવિક ચક્રવર્તિ સવારે પહોંચી ગયો હતો બે કલાક પછી ઈડીની ઓફીસ બહાર નીકળી ગયો હતો. તે બીજીવાર ઓફીસે પહોંચ્યો છે. ઈડીના અધિકારીઓએ શૌવિક પાસે પણ કેટલાક દસ્તાવેજો માગ્યા છે તે તે જ કાગળ લેવા ગયો હતો.

રિયા સાથે ત્રણ તબક્કામાં પૂછપરછ

રિપોર્ટ આધારે, ઈડીએ રિયા સાથે ત્રણ તબક્કામાં પૂછપરછ અને સવાલો કરશે સવાલોનું લાંબુ લીસ્ટ તૈયાર છે. ઈડીએ સુશાંતના પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને પણ હાજર રહેવાનું કહ્યું હતું. તે પણ ઓફીસ પર આવી હતી. જ્યારે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિછઠાણીને પણ 8 ઓગસ્ટે બોલાવ્યો છે.

રિયા ચક્રવર્તીના વકીલે માગ્યો હતો સમય

આ પહેલા રિયા ચક્રવર્તીના વકીલે નિવેદન જાહેર કરીને સમયની માગ કરી હતી, જોકે ઈડીના સખ્ત પગલાઓને આગળ તેમનું કાંઈ ચાલ્યું નહીં. રિયાના ન પહોંચવાના સંજોગો પર તેની સામે કેસ થઈ શકતો હતો. જેને પગલે રિયાને આવવું જ પડ્યું.

મની લોન્ડ્રિંગ એંગલથી થઈ રહી છે તપાસ

સુશાંત સિંહના પિતા કેકે સિંહએ ફરિયાદમાં પૈસાના હિસાબને લઈને વાત મુકી હતી. રિયા ચર્કવર્તીની 2018-19ની ઈનકમ લગભગ 14 લાખ હતી જ્યારે તેની 2 મોટી પ્રોપર્ટીઝ નજરમાં આવી છે. ઈડીને રિયા પર શંકા છે અને મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ થશે.