મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વર્ષનું બીજુ અને અંતિમ સૂર્ય ગ્રહણ આજે ગુરુવારે છે. અને હવે ભારતમાં તે આરંભ પણ થઈ ગયું છે. આ ગ્રહણ સંપૂર્ણ રીતે ભારતમાં જોવા મળશે. ગ્રહણનો આરંભ ગુજરાતના દ્વારકામાંથી થયો હતો. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો કેરળ કર્ણાટક, તમિલનાડુમાં આ ગ્રહણ દરમિયાન બનનારા કાંકણ પણ જોવા મળશે. જ્યારે ભારતમાં સૂર્ય ગ્રહણ ખંડગ્રાસ રૂપે જોવા મળશે.

ગ્રહણને નરી આંખે જોવું જોખમ ભર્યું માનવામાં આવે છે. તેનાથી આંખોના તેજ પર ખરાબ અસર પડી શકે છે. 25 ડિસેમ્બરની રાત્રીના 8 વાગ્યાથી જ સૂર્ય ગ્રહણના સૂતક લાગી ચુક્યા છે. અબુધાબીમાં રિંગ ઓફ ફાયરનો નજારો જોવા મળ્યો હતો. જેમાં જાણે આકાશમાં સોનાની બંગડી હોય તેવું દેખાય છે. ભારત ઉપરાંત શ્રીલંકા અને અરબી દેશોમાં પણ ગ્રહણ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્ય ગ્રહણ જોયું હતું. તેમણે સૂર્ય ગ્રહણ જોવાની પોતાની ઉત્સુક્તાને તસવીર સ્વરૂપે સોશ્યલ મીડિયા પર પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં વાદળોને કારણે સૂર્ય ગ્રહણ સીધું તો જોઈ ન શક્યા પરંતુ લાઈવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડની તસવીર તેમણે જોઈ.