મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મ્યાંમાર સીમા પર છૂપાયેલા આતંકવાદીઓના ઠેકાણાં ધ્વસ્ત કર્યા છે. જે સમય દેશ અને દુનિયાનું ધ્યાન પુલવામા આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતીય વાયુસેનાની પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ એ મહોમ્મદના ઠેકાણાઓ પર કરાયેલી એર સ્ટ્રાઈક પર ટક્યું હતું તે સમયે ભારતીય સેનાએ પૂર્વી સીમા પર પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી પોતાના અદભૂત સાહસનો પરિચય કરાવ્યો હતો. બાલાકોટમાં થયેલી કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ એક રેલીમાં કહી ચુક્યા છે કે ત્રણ સર્જીકલ સ્ટારાઈક થઈ છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી કઈ છે તે તેઓ નહીં કહે.

ભારતીય સેનાએ મ્યાંમારની સેના સાથે મળીને આતંકી ઠેકાણા સામે અભિયાનને અંજામ આપ્યું છે. બંને દેશોની સેનાઓએ 17 ફેબ્રુઆરીથી બે માર્ચ વચ્ચે પૂર્વોત્તર માટે મહત્વપૂર્ણ મેગા પાયાના સ્થળની પરિયોજના માટે જોખમી બની રહેલા આતંકીઓ સામે કાર્યવાહી કરી. પરિયોજનાઓને મ્યાંમારમાં સક્રિય ઉગ્રવાદી સમૂહથી જોખમ હતું.

મ્યાંમારના વિદ્રોહી સમૂહ અરાકાન આર્મીએ મિજોરમ સીમા પર નવા ઠેકાણાં બનાવ્યા હતા. તે સંગઠન કાલાદાન પરિયોજનાને નિશાન બનાવી રહ્યા હતા. અરાકાન આર્મીને કાચિન ઈંડિપેન્ડેન્સ આર્મી દ્વારા નોર્થ બોર્ડર ચીન સુધી ટ્રેનિંગ અપાઈ હતી. સૂત્રોના અનુસાર, વિદ્રોહીઓને અરુણાચલથી સટીને આવેલા ક્ષેત્રોથી મિજોરમ સીમા સુધીની 1000 કિમીની યાત્રા કરી છે.

પહેલા ચરણમાં મિજોરમ સીમા પર નવનિર્મિત શિબિરોને ધ્વસ્ત કરીવા માટે મોટા પાયે અભિયાન શરુ કર્યું હતું. જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ટાગામાં એનએસસીએન (કે) ના મુખ્યલયને નિશાન બનાવાયું અને ઘણા શિબિરોને નષ્ટ કરી દેવાયા હતા.

સુત્રોએ કહ્યું કે રોહિંગ્યા આતંકી સંગઠન અરાકાન આર્મી અને નાગા આતંકી સંગઠન એનએસસીએન (કે) સામે બે સપ્તાહ લાંબું સંયુક્ત ભારત-મ્યાંમાર અભિયાન ચલાવ્યું હતું. આતંકી સંગઠનોએ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટની જેમ ભારતની કનેક્ટીવીટી પરિયોજનાઓ સામે હુમલાની યોજના બનાવી હતી.