મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાં લોકોથી ધમધમતા પતરાવાળી ચોક વાદીપરા ચોકમાં દારૂના નશામાં તોફાની તત્વ દ્વારા રંજાડ મચાવવામાં આવતા વેપારીઓમાં ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મંગળવારે બે શખ્સોએ હાથમાં લાકડી અને છોકરીઓ સાથે ધસી આવી અંદાજે એક ડઝન જેટલી દુકાનોમાં તોડફોડ કરી હતી. તેમજ વાહનોને પણ નુકસાન પહોંચાડવાનું વેપારી વર્ગમાંથી જાણવા મળ્યું છે.

આ બનાવમાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બે શખ્સોની અટકાયત કરીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બનાવના પગલે એ ડિવિઝન પોલીસ મથકે વેપારીઓનો ટોળું ઉમટી પડ્યું હતું. સુરેન્દ્રનગરમાં સરાજાહેરમાં બે શખ્સોના આંતકની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બે તોફાની તત્વો દ્વારા જાહેરમાં ધમધમતા પતરાવાળી ચોક પાસે એક ડઝનથી પણ વધુ દુકાન તેમજ વાહનોને તોડફોડ કરી હતી. જેમાં તોફાની તત્વોએ ફરસાણની દુકાન, મોબાઇલની દુકાન, કરિયાણાની દુકાન, વાણંદની દુકાન, તેમજ ચાની હોટલની તોડફોડ કરી હોવાનું અને એક રિક્ષાને નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત વાહનોને પણ ટાર્ગેટ બનાવીને વાહનોના કાચ તોડી નાખ્યા હોવાનું વેપારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું ત્યારે સરાજાહેરમાં બે શખ્સોએ લાકડી અને છરી સાથે ધસી આવી તોડફોડ સાથે આતંક મચાવતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે વેપારીનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું. ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને થતાં આંતક મચાવનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે ઝડપાયેલા બન્ને શખ્સોને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. દરમિયાન શખ્સ ઝડપાતા તેણે જ્યાં દાદાગીરી કરી હતી ત્યાં જ લઈ જઈ જાહેરમાં ફટકારી પોલીસ જીપમાં બેસાડ્યો હતો. આ શખ્સ પોલીસ હોવા છતાં પોતાની આડોડાઈ છોડી રહ્યો ન હતો. જેને પગલે પોલીસે પણ આકરા પગલા ભર્યા હતા.

સુરેન્દ્રનગરમાં ભેડ ખાવા બાબતે છરી વડે હુમલો

સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મયુર ભાઈ જાદવ પતરાવાળી ચોકની લારીએ ભેળ ખાવા ગયા હતા. તે દરમિયાન ખોડિયાર પરામાં રહેતા અનિલ ભરવાડ આવી બોલાચાલી કરી હતી. અનિલએ નેફામાંથી છરી કાઢી મયુરભાઈના પેટમાં મારતા સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે અનિલ ભરવાડ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મેરાન્યૂઝનું ફેસબુક પેજ લાઈક કરવા અહીં ક્લિક કરો- https://www.facebook.com/MeraNewsGuj/