મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કેન્દ્રો ઉપર આજે લેવાનારી બિન સચિવાલય ની પરીક્ષા  માં સુરેન્દ્રનગર  મા એક કેન્દ્ર ઉપર હોબાળો થવા પામ્યો હતો.

જેમાં શહેર ની એમ પી શાહ કોમર્સ કોલેજ મા સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડની બહાર બેસીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવા માંગ કરી હતી.

પરીક્ષાર્થીઓ દ્વારા આ બહિષ્કાર કરવા નું  કારણ પેપરો ના સીલ તુટેલા હતા એવો વીર્ધાર્થીઓ દ્વારા આક્ષેપ કરીને પરીક્ષાનો બહિષ્કાર કરી પરીક્ષા ખંડની બહાર બેસી જતા આ હોબાળો થવાના પગલે પોલીસ પણ ધટના સ્થળેપહોંચી તપાસ હાથ ધરી છે.

હાલ પરીક્ષા ચાલુ સીલ તુટેલા મુદ્દે તપાસ કરવામાં આવશે એવું પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું હતું. 100 થી વધુ સંખ્યામાં વિદ્યાર્થી ઓ બહાર પરીક્ષાનો બહિષ્કાર કરી આ પરીક્ષા રદ કરવા કરી માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર વિદ્યાર્થીઓ સહિત સૌની મીટ મંડાઈ છે.