મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગર: કૉંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા(MLA Rutvik Makwana)નો વિડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડી રહ્યા છે. મકવાણાએ કુંભારા ગામની મુલાકાત લીધી હતી. અને અહીં માતાજીનાં પ્રસંગમાં હાથમાં સાંકળ લઈને ધૂણતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ(Video Viral) થયો છે. જો કે કાર્યક્રમમાં કોરોના(Corona)ની ગાઈડલાઇનનાં ધજાગરા ઉડયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ(Social Distancing)નાં લીરેલીરા ઉડયા હતા. સાથે જ મોટાભાગનાં લોકો માસ્ક (Mask) વિના જોવા મળ્યા હતા.

ઋત્વિક મકવાણા (Rutvik Makwana)એ કુંભારા ગામે માતાજીના માંડવામાં મહેમાનગતિ માણી હતી. દરમિયાન અન્ય ભૂવાઓની સાથે સાથે તેઓ પણ હાથમાં સાંકળ લઈને ધૂણી રહ્યા હતા. ચોટીલાના ધારાસભ્ય (Chotila MLA) માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોવાથી હાથમાં સાંકળ રાખીને રમતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ પણ માતાજીના માંડવામાં હાથમાં સાંકળ લઈને ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે આ પંથકના જ વધુ એક ધારાસભ્યનો આવો વિડીયો સામે આવ્યો છે.


 

 

 

 

 

સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે માતાજીનાં આવા કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. પરંતુ ધારાસભ્ય પોતે સાંકળ લઈને ધૂંતા હોવાનું ભાગ્યે જ જોવા મળે છે. જોકે આ તો એક શ્રદ્ધાનો વિષય છે. પણ કોરોનાકાળ વચ્ચે સરકારની અનેક વિનંતીઓ છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. તેમાં પણ લોકોને જાગૃત કરવાની જવાબદારી જેના પર છે તેવા નેતાઓ જ સરેઆમ નિયમોનો ભંગ કરે છે. જે ખરેખર દુઃખદ બાબત ગણી શકાય.