મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ નાટક સીરિયલ અને ફિલ્મના દિગગજ અભિનેત્રી સુરેખા સિકરીએ આજરોજ 75 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કર્યું છે. સુરેખા સિકરીને આજે વહેલી સવારે બ્રઈન સ્ટ્રોક થતા તે મૃત્યુ પામ્યા હતા. સુરેખા સિકરી ટીવીના જાણીતા સીરિયલ બાલિકા વધુમાં દાદીસાની ભૂમિકા ભજાવતા હતા. પોપ્યુલર સીરિયલ બાલિકા વધુ સહિત કેટલીય જાણિતી સરિયલ અને ફિલ્મોનો પણ હિસ્સો રહ્યા હતા.

અભિનેત્રી સુરેખા સિકરી છેલ્લા લાંબા સમયથી બીમારીઓ થી લડી રહ્યા હતા. આ આગાઉ તેમને 8 સપ્ટેમ્બર 2020ના રોજ બીજી વખત બ્રઈન સ્ટ્રોક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત લથડી હતી અને 2018 વર્ષમાં તેમને પેરાલાઇટિક સ્ટ્રોક રોગનું પ્રથમ વખત હુમલો થયો હતો.

Advertisement


 

 

 

 

 

સુરેખા સિકરી તેમની કારકિર્દીમાં તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડથી એનયાત કરવામાં આવ્યો છે. તેમના અવસાનથી બોલીવુડ અને ટીવી સિરીયલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધનને લઇ કેટલાક સેલિબસ અને ચાહકોએ સંવેદના વ્યકત કરી હતી અને લોકોએ સોસિશ્યલ મડિયા માધ્યમથી સુરેખા સિકરીને શ્રધ્ધાજલી અર્પણ કરી હતી.

 

સુરેખા સિકરીને ખુબ પ્રચલિત સરિયલ બાલિકા વધુમાં દાદીસાના પાત્રમાં ભૂમિકા ભજવાવની તક મળી હતી અને અભિનેત્રીનું આ પાત્ર લોકોએ ઘણું પસંદ કર્યું હતું. તે તેમના દમદાર કલાકારી અને પાત્રમાં ખૂબ જાણીતા હતા. જે બોલીવૂડ અને ટીવી સીરિયલમાં તેમની ખોટ ના પુરાઈ શકે તેમ છે.