મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: ઘોડદોડ રોડની કરીમાબાદ સોસાયટીમાં રહેતા ખોજા સમાજના યુવાન બેગના વેપારી કોમિલ દુધવાળાનું ગઈકાલે વેહલી સવારે ૭ વાગ્યાના સુમારે  જીમમાં જતી વખતે ઘર નજીકથી સ્કોડા કારમાં આવેલા ચાર જણા બળજબરીથી કારમાં અપહરણ કરી ગયા હતા. બાદ માં તેની મુક્તીના બદલામાં રૂપિયા ત્રણ કરોડની ખંડણીની માંગણી કરી હતી. જોકે મોડી સાંજે રૂ.૧ કરોડ અપહરણકારોને આપી દેવામાં આવ્યા હતા. જેથી કોમિલને કામરેજ પાસે છોડી દેવાયો હતો. જોકે મોડી રાત સુધી પોલીસે ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને કોસંબા તરસાડી પાસેથી ચાર અને બીજા ચારને કોસંબા બ્રીજ નીચેથી મળીને કુલ ૮ જણાને ઝડપી લીધા હતા. પોલીસે બે તમંચા રોકડા રૂ.૯૯ લાખ એક કાર અને બાઈક કબજે કરી હતી.

ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા ખોજા સમાજના અનવર દુધવાલા ભાગળ મસ્કતી હોસ્પિટલની સામે સ્કુલ બેગની દુકાન ધરાવે છે. અનવર દુધવાળાને ધંધામાં તેનો પુત્ર કોમિલ પણ મદદ કરે છે. દરમિયાન કોમિલ ગઈકાલે સવારે ૭ વાગ્યે ઘરેથી બાઈક લઈને જીમ જવા માટે નિકળ્યો હતો. ત્યારે તેની સોસાયટીની બહાર નિકળી થોડા આગળ જતા કૃષ્ણકુંજ સોસાયટી સામેથી ઍક સ્કોડા કારમાં આવેલા ચાર અજાણ્યાઅોઍ તેની બાઈકને ટક્કર મારી નીચે પાડી દીધા બાદ કારમાં અપહરણ કરી લઈ ગયા હતા અને કલાક બાદ કોમિલના જ મોબાઈલ પરથી તેના પિતા અનવરને ફોન કરી કોમિલની મુક્તીના બદલામાં ત્રણ કરોડની ખંડણીની માંગણી કરી હતી.


 

 

 

 

 

જેથી અનવર દુધવાળાએ આ બાબતે તરતજ પોલીસને જાણ કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ અને અપહરણકારો વચ્ચે ભાગદોડ થતી રહી હતી.હાઈવે અને કીમ અને કોસંબાની વચ્ચેના અંતરિયાળ ગામડાઓ માં અપહરણકારો ફરતા રહ્યા હતા.પોલીસ કોઈ પણ જોખમ લેવા માંગતી નહોતી.અ તરફ અનવર દુધવાળાએ રૂ.૧ કરોડ ચૂકવી દીધા હતા અને અપહરણકારોએ કોમિલને કામરેજ નજીક છોડી દીધો હતો.

કોમિલ સહીસલામત આવી ગયા બાદ પોલીસ એકશનમાં આવી હતી અને અલગ ટીમો અપહરણકારોને શોધવાના કામે લાગી હતી.કોમિલનો ફોન અપહરણકારોની પાસે હતો જેને આધારે પોલીસે પેહલા તરસાડીથી કોસંબા જવાના રોડ પર વોચ ગોઠવીને ચાર જણાને પકડી લીધા હતા.બાદમાં બીજા ચાર જે ભરૂચ તરફથી આવતા હતા તેને પોલીસે કોસંબા બ્રીજ નીચેથી પકડી લીધા હતા.બધા બ્રીજ નીચે ભેગા થઇને ખંડણીની રકમની ભાગબટાઈ કરીને અલગ અલગ દિશામાં ભાગી જવાના હતા.પોલીસે કારમાંથી રોકડા રૂ.૯૯ લાખ,બે બે તમંચા.અને કાર્ટીઝ,તેમજ બે કાર અને એક બાઈક પણ કબજે કરી હતી.
હકીકત એવી હતી કે ૮ પૈકીનો એક આરોપી ઈર્શાદ ઉર્ફેછોટુ શમશેર મુલતાની  કોમિલને ત્યાં બેગ સપ્લાય કરતો હતો અને તેને માથે લાખો રૂપિયાનું દેવું થયું હતું અને તેને એમ હતું કે કોમિલના પરિવાર પાસે ઘણા રૂપિયા છે.જેથી તેણે પોતાના સાગરીતોને ભેગા કરીને અપહરણનો પ્લાન બનાવ્યો હતો.આ ટોળકીનો મુખ્ય સંચાલક ઈશ્તીયાક રફીક શેખ છે.