મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: સ્મીમેર ગર્લ્સ હોસ્ટેલમાં મહિલા રેસીડેન્ટ તબીબે ઘેનના ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કરવાના પ્રકરણમાં ડીને ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપી છે. સિનિયરો દ્વારા અગાઉ ટોર્ચર કરવાના તેમજ એક દિવસ પહેલા જ કેન્ટિનમાં પણ સિનિયર રેસિડેન્ટ સાથે બોલાચાલી થઈ હોવાના અહેવાલ બાદ કમિટીની નિમવામાં આવી છે. આ કમિટી 10 દિવસમાં રિપોર્ટ આપશે.

સ્મીમેર ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ડો. જીગીશા કનુભાઈ પટેલ (26) ગાયનેક વિભાગમાં પીજીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. રવિવારે સવારે ડો.જીગીશાનો રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. ડો. જીગીશાએ ઘેનના ઈન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈ લીધો હતો. ડો. જીગીશાએ સ્યુસાઈડ નોટમાં `લાઈફ ઈઝ બ્યુટી ફુલ અને તેના મોત માટે કોઈ જવાબદાર નથી` એવો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ કામના ભારણ તેમજ સિનિયર રેસીડન્ટ તબીબોના ત્રાસના કારણે તેણે પગલું ભર્યું હોવાની ચર્ચા ઉઠી હતી.

Advertisement


 

 

 

 

 

કોલેજના ડીન ડો.જીતેન્દ્ર દર્શને જણાવ્યું કે આ કેસમાં હજી સુધી કોઈ આક્ષેપ કે ફરિયાદ નથી પરંતુ અખબારી અહેવાલને પગલે તપાસ કમિટી બનાવી છે. ત્રણ સભ્યો 10 દિવસમાં તપાસનો રિપોર્ટ આપશે.