મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શહેરમાં એક બાજુ કોરોના દિન પ્રતિદિન વકરી રહયો છે,આવી પરિસ્થિતિ વચ્ચે અને કોરોનાની ચેંન તોડવા તેમજ કોરોના સંક્રમણને વધુ પ્રસરતા અટકાવવા માટે હવે કદાચ સ્વયં શિસ્તનું પાલન અને લોકડાઉંન સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો ત્યારે સુરત ટેકસ્ટાઇલ અને ડાયમંડ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી અને તેને સફળ બનાવવા આજે હીરા બજાર અને કાપડ માર્કેટ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા.


 

 

 

 

 

મળતી માહિતી પ્રમાણે શહેરમાં કોરોના સક્ર્મણ વધવાને કારણે ગતરોજ ચેમ્બર દવારા કાપડ માર્કેટના ફોસ્ટા,તેમજ હીરા બજાર,લૂમ્સ,સહિતના જુદા જુદા અનેક સંગઠનો સાથે વર્ચુઅલ બેઠક યોજવામા આવી હતી અને કોરોનાની ચેન તોડવા માટે તેમજ સંક્રમણને વધુ ફેલાતા અટકાવવાના વિષય ઉપર ચર્ચા કરવાની સાથે શનિવાર અને રવિવારે પોતાના કામકાજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આ તમામ સંગઠનોએ સમર્થન આપ્યું હતું જેના ભાગરૂપે આજે શહેરના કાપડ માર્કેટ તેમજ હીરા બજાર અને વેપારી એસોસિયેશને પોતાની નૈતિક જવાબદારી સમજી આગળ આવીને સ્વયંભૂ બંધ પાળ્યું છે. એટલુ જ નહીં આ નિર્ણય આગામી 30 એપ્રિલ સુધીનો લેવાય છે એટલે કે આગામી 30 એપ્રિલ સુધી આ જ રીતે દર શનિવાર અને રવિવારે કાપડ માર્કેટ, હીરા બજાર અને ચેમ્બર સાથે જોડાયેલા અલગ અલગ એસોસિએશનનો પોતાના કામકાજ બંધ રાખી કોરોનાની ચેન તોડવા તંત્રને સહયોગી બનશે. જોકે ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ કહી ચુક્યા છે કે લોકડાઉન કોરોનાનો ઈલાજ નથી. જરૂરી તકેદારીઓ રાખવાનું પણ તેઓ અવારનવાર કહી ચુક્યા છે.