મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં જાહેર રસ્તા પર અવારનવાર કેક કાપવાના વીડિયો આપે જોયા હશે. હાલમાં એક પુણા સીતાનગર પાસે સોમવાર બપોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક ટીઆરબી જવાનો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

ટીઆરબી જવાનોનો આ વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિ દ્વારા પોતાના મોબાઈલમાં ઉતારી લેવાયો હતો. જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલીક અસરથી 9 ટીઆરબી જવાનોને છૂટા કરી દીધા છે. ટીઆરબી જવાનોનો ચાલુ ડ્યૂટીએ કેક કાપીને ઉજવણી કરવાના આ વીડિયોએ હાલ સોશિયલ મીડિયામાં ભારે સ્પેસ મેળવી છે.