મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના ડુમસ રોડ પર એક કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરતા યુવકને કારથી ઉડાવી ફેંક્યો હતો. અકસ્માતમાં યુવગ ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર ઈજાઓને પગલે યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના સંદર્ભે પોલીસને જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ડુમસ રોડ પર કાર (GJ-05-RJ-2608) લઈને એક વિદ્યાર્થી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સાયકલિંગ કરવા નીકળેલા યુવકને અડફેટે લઈ લીધો હતો. કારની ટક્કર વાગતા યુવક ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. ઘટના સમયે પોલીસની પીસીઆર વાન પણ પહોંચી હતી અને ભાગી ગયેલા કાર ચાલકને પકડી અટકાયત કરી હતી. દરમિયાન કાર ચાલકનું નામ બોની શાહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુમસ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.