મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અ‌‌મિતા જોશીએ પ‌તિ તેમજ સાસરીયાઓના ત્રાસને કારણે પોતાની સ‌ર્વિસ ‌પિસ્ટલથી પેટમાં ગોળી મારી આત્મહત્યા કરવાના ચકચારીત કેસમાં મહીધરપુરા પોલીસ મથકે સાસ‌રિયાઓ ‌વિરૂધ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. દર‌મિયાન ગત રાત્રે પોલીસે અ‌‌મિતા જોશીના પ‌તિ વૈભવ જીતેશભાઇ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ (ઉ.વ.૩૩, રહે. સી-‌બિલ્ડીંગ ફાલસાવાડી, પોલીસ લાઇ, તથા બ્લોક નં.૨૧૫, શ્રી નાથજી નગર, મંગલમ હોલની પાછળ, ભાવનગર), તેના ‌પિતા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર ર‌તિલાલ વ્યાસ (ઉ.વ.૬૪), સાસુ હર્ષાબેન જીતેન્દ્રભા વ્યાસ, તથા નણંદ મ‌નિષાબેન હરદેવકુમાર ભટ્ટ (ઉ.વ.૩૬)ની ધરપકડ કરી હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે તેમના ‌સ્મિમેર હો‌સ્પિટલ ખાતે કો‌વિડ-૧૯ રેપીડ એંટીજન ટેસ્ટ કરાવ્યા હતા. ટેસ્ટ નેગેટીવ આવતા વૈભવ વ્યાસની ‌પોલીસ કસ્ટડી ‌રિમાન્ડની જરૂર હોય તેને કોર્ટમાં રજુ કરી ‌વિ‌વિધ ૬ ગ્રાઉન્ડ પર ૮ ‌દિવસના ‌રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. દર‌મિયાન બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઇ અને હેમલ ભગતે રજુઆત કરી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આગામી ૨૫ ‌ડિસેમ્બર સુધી બે ‌દિવસના ‌રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે વૈભવના ‌પિતા, માતા અને બહેનને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવા હુકમ કર્યો હતો.


 

 

 

 

 

‌રિમાન્ડના મુદ્દાઓ
- અ‌‌મિતા જોશીના મૃતદેહ પાસેથી ડાયરી મળી આવી હતી. જેમાં જીવન જીવવું ખુબ જ અઘરૂ છે પણ મરવુ પણ ખુબ જ અઘરૂ છે., મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી એવું લખાણ લખ્યું હતું. આ ડાયરી કબ્જે કરવામાં આવી હતી. પોલીસ તપાસ દર‌મિયાન અન્ય એક સફેદ તથા વાદળી કલરની ડાયરીમાં પણ લખાણ કરાયું હોવાનું જણાઇ આવ્યું હોય જે ડાયરી મેળવવી જરૂરી હોય આરોપી પ‌તિ કોઇ હકીકત જણાવતા ન હોય ‌રિમાન્ડ જરૂરી છે.

- આરોપી પણ પોલીસ ‌વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા કાયદાને સારી રીતે જાણતા હોવાથી મરણ જનારનું માન‌સિક મનોબળ તોડી ત્રાસ આપ્યો હોવાથી આપઘાત કર્યો હોવાનું પ્રાથ‌મિક દ્રષ્ટીએ  જણાઇ આવે છે. અગત્યના પુરાવા એકત્ર કરવા આરોપીની કસ્ટડી જરૂરી છે.

- ફ‌રિયાદીએ આરોપી વૈભવની હાજરી બનાવ બન્યો ત્યારે સુરતમાં હોવાની શક્યતા બતાવી છે, તેને નકારી શકાય તેમ નથી. પ‌તિ પત્ની વચ્ચે ઉશ્કેરાટ કે ઝગડો થયો હોય તેના કારણે અ‌‌મિતા જોશીએ પગલું ભર્યું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જેથી આરોપીની બનાવ પહેલા અને બનાવ બાદની હાજરી અંગેની તપાસ કરવી ખુબ જરૂરી છે.

- ફ‌રિયાદીએ ફ‌રિયાદમાં આરોપી પ‌તિના અન્ય મ‌હિલા સાથે આડા સંબંધ હોવાનું પણ કારણ જણાવ્યું હોય જે અંગે આરોપી કોઇ હકીકત જણાવતો ન હોય, તેની ખરાઇ કરી, આ ગુનામાં સાક્ષી તરીકે લઇ, પુરાવા મેળવવા જરૂરી છે.

- મરણ જનારે તેમના નામે ‌મિલ્કત તેમજ વાહન ખરીદ્યા હોય ‌મિલ્કત પોતાને નામે કરી દેવા આરોપી પ‌તિ ત્રાસ આપતો હોય, મરણ જનારે અન્ય કોઇ ‌મિલ્કત કે વહન પોતાના નામે ખરીદ કર્યું છે કે નહીં તેની તપાસ કરવા આરોપીની કસ્ટડી જરૂરી છે.
- આરોપી સાવરકુંડલા ખાતે કઇ સ્ત્રી સાથે સંપર્કમાં હતો તે બાબતની કોઇ હ‌કિકત, નામ સરનામું કે મોબાઇલ નંબર જણાવતો ન હોય પોલીસ કસ્ટડીની જરૂર છે.