મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના પુણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચેથી એક યુવકની લાશ મળી આવ્યાના કેસમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે તે તેનો પ્રેમી દારુના નશામાં તેને શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. જ્યારે તે ન જીદ્દ કરવા લાગ્યો ત્યારે તેણે બ્રિજના પીલર પર તેનું માથું ફટકાર્યું તો તેનું મોત થઈ ગયું.

સુરતના પરવત પાટિયા ખાતે શનિવારે એક યુવકની લાશ મળી હતી. પુણા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ સમક્ષ પ્રારંભીક તપાસમાં ચિત્ર સ્પષ્ટ થયું કે તે યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી તો જાણકારી મળી કે આ યુવકને ગીતા નામની એક યુવતી સાથે સંબંધ હતો. તે યુવકની લાશ મળી ત્યાં રહેતી હતી.


 

 

 

 

પોલીસે ગીતાને પકડી પાડી અને તેની પુછરપછ શરૂ કરી. પોલીસની આગવી પુછરપછમાં તેણે બધી જ વિગતો પોલીસ સામે મુકી દીધી. તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે, મૃતક મહેશ તેની સાથે બળજબરી કરતો હતો. ગીતા અને મહેશ એકબીજાને પ્રેમ કરતાં હતા. બનાવના દિવસે ગીતાને મહેશે પોતાની જોડે બોલાવી હતી. જોકે તે ગઈ નહીં. બાળકો ઉંઘી ગયા પછી ગીતાને વાંરવાર બોલાવતા તે તેની પાસે ગઈ, મહેશ તે વખતે ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતો. તેણે ગીતાને શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું. તો ગીતાએ તે અંગે ના પાડી દીધી.

તેણે કહ્યું કે, મારી ના સાંભળતા જ મહેશ ગુસ્સે થઈ ગયો અને તેણે શરીર સંબંધ માટે જીદ્દ કરી અને બળજબરી કરવા લાગ્યો. દરમિયાન પોતાને બચાવવામાં મહેશ સાથે ગીતાની ઝપાઝપી થઈ ગઈ હતી. જે ઝપાઝપીમાં ગીતાએ તેના માથે માર્યું અને તેનું માથું પિલર સાથે ભટકાતા તેને ગંભીર ઈજા પહોંચી. ગીતા ગભરાઈ ગઈ અને તે તુંરત ત્યાંથી ફરાર થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે પોતાની સાથે બળજબરી કે દુષ્કર્મ ન થાય તે માટે વિરોધ કરતાં પોતાના બચાવમાં તેને ધક્કો માર્યો અને આ ઘટના બની હોય તેવું યુવતીનું કહેવું છે. જોકે પોલીસે હાલ તેની ધરપકડ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે. હવે આગળની કાર્યવાહી કોર્ટ અને પોલીસના પુરાવાઓથી નક્કી થશે.